રાજકીય/ PAASએ ચૂંટણી લડવાની કરી જાહેરાત!દિનેશ બાંભણીયાએ ટ્વિટ પર આપી માહિતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ચૂંટણીની તૈયારીઓને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસારનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે.

Top Stories Gujarat
17 4 PAASએ ચૂંટણી લડવાની કરી જાહેરાત!દિનેશ બાંભણીયાએ ટ્વિટ પર આપી માહિતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ચૂંટણીની તૈયારીઓને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસારનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. જો કે હવે રાજકીય પાર્ટી ઉપરાંત વિવિધ સંગઠનોએ પણ આ ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે.

 

પાટીદાર અનામત આંદોલન સમિતિની નેતા દિનેશ બાંભણીયાએ હવે ચૂંટણી લડવાને લઈને જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. તેમણે એક ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું છે કે, 2022ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના 23 નેતાઓ ઉમેદવારી કરશે. પાટીદાર આગેવાનોની ચૂંટણી લડવાની સંખ્યા વધવાના પણ સંકેત આપ્યા છે. પાટીદાર નેતાની જાહેરાત બાદ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો તે તેમણે કોઈ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી.

ઉલ્લેખનીય છે કે  PAAS દ્વારા આજે 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે.