Not Set/ પદ્માવતી ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ નહી થાય

છેલ્લા ઘણા દિવસોથી પદ્માવતી મુવી વિરોધનો સામનો કરી રહી છે ત્યારે મુવી 1 ડિસેમ્બરના રોજ રજૂ થવાની હતી તો હવે પદ્માવતી ફિલ્મની રિલીઝ તારીખ પાછળ ઠેલવામાં આવી છે. પદ્માવતીના નિર્માતા વાયકોમ 18એ સ્વેચ્છાએ રિલીઝ ટાળવાનો નિર્ણય કર્યો હતો.તો આ પહેલા સેન્સર બોર્ડે પણ કેટલીક ટેકનિકલ ભૂલોના કારણે ફિલ્મને પરત મોકલી દીધી હતી. આ વાત પર […]

Entertainment
deepika padukone ghooma 759 પદ્માવતી ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ નહી થાય

છેલ્લા ઘણા દિવસોથી પદ્માવતી મુવી વિરોધનો સામનો કરી રહી છે ત્યારે મુવી 1 ડિસેમ્બરના રોજ રજૂ થવાની હતી તો હવે પદ્માવતી ફિલ્મની રિલીઝ તારીખ પાછળ ઠેલવામાં આવી છે. પદ્માવતીના નિર્માતા વાયકોમ 18એ સ્વેચ્છાએ રિલીઝ ટાળવાનો નિર્ણય કર્યો હતો.તો આ પહેલા સેન્સર બોર્ડે પણ કેટલીક ટેકનિકલ ભૂલોના કારણે ફિલ્મને પરત મોકલી દીધી હતી. આ વાત પર નારાજ થઈને ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાળીએ અનસેન્સર્ડ ફિલ્મ કેટલાક પત્રકારોને દર્શાવી હતી.તો વાયકોમ 18 મોશન પિક્ચર્સ દ્વારા જાહેર નિવેદનમાં જણાવાયું છે કે ,પદ્માવતીના નિર્માણમાં જે સ્ટુડિયોએ કામ કર્યું છે તેણે સ્વેચ્છાએ 1 ડિસેમ્બર 2017ના રોજ ફિલ્મની રિલીઝ તારીખ સ્થગિત કરી દીધી છે.તો વધુમાં એમ પણ જણાવ્યુ કે આ મુવી સૌથી પ્રતિભાશાળી છે અને ફિલ્મ નિર્માતાઓ પૈકીના એક સંજય લીલા ભણશાળીની સાથે વાયકોમ 18 મોશન પિક્ચર્સે એક સુંદર ફિલ્મ બનાવી છે. જેમાં રાજપૂત વીરતા, ગરિમા અને પરંપરાનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી તમામ ભારતીયોને ગર્વથી ભરી દેશે.