Not Set/ UNHRC માં કાશ્મીર મુદ્દે એકવાર ફરી પાકિસ્તાનને મળી હાર, ન મળ્યુ સમર્થન

પાકિસ્તાન એકવાર કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વમાં એકલુ થઈ ગયુ છે. ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી) માં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને 50 દેશોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો પરંતુ તે પછી પણ પાકિસ્તાન ગુરુવારે કાશ્મીર અંગે ઠરાવ લાવી શક્યો ન હતો. તે સ્પષ્ટ […]

Top Stories World
431667 imran khan UNHRC માં કાશ્મીર મુદ્દે એકવાર ફરી પાકિસ્તાનને મળી હાર, ન મળ્યુ સમર્થન

પાકિસ્તાન એકવાર કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વમાં એકલુ થઈ ગયુ છે. ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી) માં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને 50 દેશોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો પરંતુ તે પછી પણ પાકિસ્તાન ગુરુવારે કાશ્મીર અંગે ઠરાવ લાવી શક્યો ન હતો. તે સ્પષ્ટ થઈ ગયું છે કે એક પણ દેશે પાકિસ્તાનનાં આ પ્રસ્તાવને ટેકો આપ્યો નથી. કૂટનીતિ દ્રષ્ટિકોણથી જોઇએ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે આ એક મોટી જીત છે.

Image result for unhrc

યુએનઆરએચસીમાં ભારતની સ્થાઈ મિશનની પ્રથમ સચિવ કુમમ મિની દેવીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, “હું પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરમાં લોકો પરનાં અત્યાચાર તરફ ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું જ્યાં લોકો ગુમ થયાનાં કેસો, કસ્ટડીમાં લોકોની મોત, દુષ્કર્મનાં કેસો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને પત્રકારોની હત્યાનાં કેસો સામે આવી રહ્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં થઈ રહેલા અત્યાચાર સામે સરકાર મૌન ધારણ કરે તે સામાન્ય વાત થઇ ગઇ છે.

Image result for unhrc

જમ્મુ-કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવતાં કુમમ મિની દેવીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને લઈને સરકારે લીધેલ નિર્ણય અમારો સાર્વભૌમ અધિકાર છે અને આ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાન દ્વારા અમારા નિર્ણયને ખોટો ગણાવવાનો કોઈપણ પ્રયાસ તેની પ્રાદેશિક મહત્વાકાંક્ષા છુપાવી શકતો નથી. તેમણે બલુચિસ્તાન, સિંધ અને પાક કબજા હેઠળનાં કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા માનવાધિકાર ઉલ્લંઘન બદલ પાકિસ્તાનની આકરી નિંદા કરી હતી.

સુત્રોનાં જણાવ્યા મુજબ પાકિસ્તાનને મુસ્લિમ દેશોનો પણ સમર્થન મળી શક્યું નથી. હકીકતમાં, યુએનએચઆરસીમાં ઇસ્લામી સહયોગ સંગઠન (ઓઆઈસી) નાં 15 દેશો છે અને પાકિસ્તાને આશા હતી કે કાશ્મીર મુદ્દે ઇસ્લામાબાદનાં સમર્થન કરશે પરંતુ તે ન થઇ શક્યુ. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઇમરાન ખાને કહ્યું હતું કે 58 થી વધુ દેશો કાશ્મીર પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે, પરંતુ તેમનું આ નિવેદન એક હવાબાજી સિવાય બીજું કંઈ નહોતું. યુએનએચઆરસીમાં કોઈપણ ઠરાવ પર ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 24 દેશોનાં સમર્થનની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.