Not Set/ પાકિસ્તાનમાં બેંકો-મોલ્સથી કરિયાણાની દુકાન પણ ચલાવે છે સૈન્ય

પાકિસ્તાનમાં સરકારી જમીન જેવી કોઈ વસ્તુ નથી. અહીં લગભગ 80 ટકા જમીન સૈન્યની છે. આમાં ખેતીની જમીનનો પણ સમાવેશ થાય છે. લશ્કરની પરવાનગી વિના તમે ન તો કોઈ જમીન ખરીદી શકો છો, ન કોઈ જમીન વેચી શકો છો.

World
chanakya 15 પાકિસ્તાનમાં બેંકો-મોલ્સથી કરિયાણાની દુકાન પણ ચલાવે છે સૈન્ય

વર્ષ 1947માં પાકિસ્તાન આઝાદ થયું ત્યારથી લઇ લગભગ અડધા સમય સુધી અહીં સૈન્યનું શાસન રહ્યું છે. મોટાભાગના દેશોની સેનાનું કામ યુદ્ધો લડવાનું અને તેમના દેશની સરહદનું રક્ષણ કરવું છે. પરંતુ, પાકિસ્તાનમાં સૈન્યને એવી ઘણી સવલતો છે, જે ભાગ્યે જ કોઈ દેશની સેનાને મળે છે. અહીંની સૈન્ય બેંક-મોલ્સ, કરિયાણાની દુકાન વિગેરે પણ ચલાવે છે. ચાલો જાણીએ પાકિસ્તાની સેનાના કયા વિશેષાધિકારો છે:

પાકિસ્તાની સેના રાજકારણ, ઉદ્યોગ, વ્યવસાય, બેંકિંગ, સ્થાવર મિલકત, વ્યાપારી પ્રોજેક્ટ, વન ક્ષેત્ર, પરિવહનમાં પોતાનું નિયંત્રણ જાળવી રાખે છે. કરાચી સ્ટોક એક્સચેંજમાં આર્મી સૌથી મોટું રોકાણકાર છે. પાકિસ્તાની સેના મોટાભાગના સેક્ટરમાં રોકાણ કરે છે. પ્રોફિટનો સંપૂર્ણ ભાગ સૈન્યમાં જાય છે.

chanakya 16 પાકિસ્તાનમાં બેંકો-મોલ્સથી કરિયાણાની દુકાન પણ ચલાવે છે સૈન્ય

આર્મી વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન એક એવી સંસ્થા છે, જે ખાદ્ય ચીજો, કપડાં, જુટ, ઇલેક્ટ્રિકલ વસ્તુઓ વિગેરેનો વેપાર કરે છે. એટલું જ નહીં, જો તમે પાકિસ્તાનના ગામડાઓમાં આઈસ્ક્રીમ ખરીદી રહ્યા હોવ તો પણ સંભવ છે કે તમે કોઈ સૈન્યનું ઉત્પાદન ખરીદી રહ્યા હોવ.

‘ડોન’ ના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સરકારી જમીન જેવી કોઈ વસ્તુ નથી. અહીં લગભગ 80 ટકા જમીન સૈન્યની છે. આમાં ખેતીની જમીનનો પણ સમાવેશ થાય છે. લશ્કરની પરવાનગી વિના તમે ન તો કોઈ જમીન ખરીદી શકો છો, ન કોઈ જમીન વેચી શકો છો. અહીંની મોટા ભાગની જમીનમાં સેનાએ લશ્કરી છાવણીઓ કરી છે. પાકિસ્તાનમાં નિવૃત્ત આર્મી ચીફના કર્મચારીઓને 400 એકર કૃષિ જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી છે.

પાકિસ્તાન આર્મી ‘ફૌજી ફાઉન્ડેશન’ નામની એક સંસ્થા ચલાવે છે. આ સંગઠન સુગર મિલો, અનાજ ઉત્પાદન, કુદરતી ગેસનો પુરવઠો, પોલીપ્રોપીલિન (મજબૂત પ્લાસ્ટિક) ઉત્પાદન, તેલ રિફાઇનરી, ખાતરો, સિમેન્ટ, વીજ ઉત્પાદન નિયંત્રિત કરે છે.

pak પાકિસ્તાનમાં બેંકો-મોલ્સથી કરિયાણાની દુકાન પણ ચલાવે છે સૈન્ય

‘બિઝનેસ લાઇન’ ના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેના બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે લગભગ 85 થી 90 ટકા દખલ કરે છે. તે આર્મી વેલ્ફેર ટ્રસ્ટ (એડબ્લ્યુટી) ના નામથી એક ટ્રસ્ટ ચલાવે છે, જે પાકિસ્તાનની સૌથી મોટી બેંક ‘અશ્કરી કમર્શિયલ બેન્ક’ સહિત મોટાભાગની નાણાકીય સંસ્થાઓને નિયંત્રિત કરે છે.

પાકિસ્તાનમાં, સેના સ્ટડ ફાર્મ, ચોખાની મિલો, ફિશ ફાર્મ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને ઉનની મિલો પણ ચલાવે છે. સુપરમાર્કેટ અને કરિયાણાની બજારો પણ સૈન્યના નિયંત્રણ હેઠળ છે.

સૈન્યમાં આવાસ પ્રોજેક્ટ્સ, બાંધકામ કંપનીઓ અને પરિવહન કંપનીઓ પણ તેના નિયંત્રણમાં છે. તે ટેલિકોમ ઉદ્યોગમાં પણ સામેલ છે. સેના નિકાસ-આયાત ક્ષેત્રને પણ નિયંત્રિત કરે છે.

Untitled 312 પાકિસ્તાનમાં બેંકો-મોલ્સથી કરિયાણાની દુકાન પણ ચલાવે છે સૈન્ય

દેશની મોટી શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ સૈન્યના દબદબા હેઠળ છે. પાકિસ્તાનમાં, સૈન્ય ‘એલાઇટ પબ્લિક સ્કૂલ’ નામનું એક સ્કૂલ નેટવર્ક પણ ચલાવે છે.

પાકિસ્તાન સૈન્ય હવે પાવર પ્લાન્ટ અને વીમા ક્ષેત્રે પણ પગ ફેલાવવાની યોજના બનાવી રહી છે. ટૂંક સમયમાં આને લગતી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.