Not Set/ પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલી આજે હરિયાણાની એરોનોટિકલ એન્જિનિયરને બનાવશે દુલ્હન, દુબઇમાં થશે નિકાહ

હરિયાણાની 26 વર્ષીય શામિયા આરજૂ આજે દુબઈમાં પાકિસ્તાની ઝડપી બોલર હસન અલી સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ કપલનું પ્રિ વેડિંગ શૂટ સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ થઈ રહ્યું છે. હરિયાણાનાં નૂંહ(મેવાત) જિલ્લાનાં ચંદેની ગામની રહેવાસી શામીયા આરજૂ અને હસન અલી દુબઈનાં એટલાન્ટિસ પામ જુબેરા પાર્ક હોટલમાં લગ્ન કરશે. બંને પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા […]

Uncategorized
Hasan Ali and Shamia Arzoo d પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલી આજે હરિયાણાની એરોનોટિકલ એન્જિનિયરને બનાવશે દુલ્હન, દુબઇમાં થશે નિકાહ

હરિયાણાની 26 વર્ષીય શામિયા આરજૂ આજે દુબઈમાં પાકિસ્તાની ઝડપી બોલર હસન અલી સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ કપલનું પ્રિ વેડિંગ શૂટ સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ થઈ રહ્યું છે. હરિયાણાનાં નૂંહ(મેવાત) જિલ્લાનાં ચંદેની ગામની રહેવાસી શામીયા આરજૂ અને હસન અલી દુબઈનાં એટલાન્ટિસ પામ જુબેરા પાર્ક હોટલમાં લગ્ન કરશે. બંને પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. નિકાહની વિધિ પૂર્ણ કરવા બંને પરિવારનાં 30 જેટલા લોકો દુબઇ પહોંચી ચુક્યા છે.

ફરીદાબાદની માનવ રચના આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સમાં ડિગ્રી મેળવનાર શામિયા દુબઈની એરલાઇનમાં ફ્લાઇટ એન્જિનિયર છે. જણાવી દઈએ કે, હસન અલી ચોથો પાકિસ્તાની ક્રિકેટર છે જે ભારતીય છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ અગાઉ ઝહીર અબ્બાસ, મોહસીન ખાન અને શોએબ મલિક પણ ભારતીય છોકરીઓ સાથે લગ્ન કરી ચુક્યા છે.

શામીયાનાં મોટા ભાઈ અકબર અલીએ કહ્યું, ‘ જી હા, મારી બહેન દુબઈમાં પાકિસ્તાની ક્રિકેટરની પાર્ટનર બનવાની છે. અમને ફરીદાબાદમાં રહેતા ઘણા વર્ષો થયા છે. શામીયાએ ફરીદાબાદની માનવ રચના યુનિવર્સિટીમાંથી ડ્રિગી મેળવી હતી અને દુબઈની અમીરાત એરલાઇન્સમાં એરોનોટિકલ એન્જિનિયર બનતા પહેલા જેટ એરવેઝમાં નોકરી કરતી હતી. બંને પરિવારો આ વર્ષે દુબઇમાં મળ્યા હતા અને લગ્નની ચર્ચા કરી હતી. આજે તે બંન્નેનાં નિકાહ થશે અને થોડા દિવસોમાં વલીમા થશે.

પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર હસન અલીએ પણ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેચલર પાર્ટીનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કેટલાક પાકિસ્તાની ક્રિકેટરો અલી સાથે નજર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર શામિયા લગ્ન પછી પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં ગુજરાનવાલામાં સ્થાયી થશે. હસન અલીનો પરિવાર અહીં રહે છે. લગ્નની તારીખ નક્કી થઈ ગયા પછી શામીયાએ કહ્યુ હતુ કે, ‘અમારા લગ્ન 20 ઓગષ્ટનાં રોજ થશે. જેના ત્રણ મહિના પછી વિદાઇ થશે અને અમે પછી ગુજરાનવાલામાં રોકાવાનું વિચારી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.