Not Set/ શું રાજસ્થાનમાં આવેલી આ જગ્યાએથી દેખાય છે પાકિસ્તાન? શું છે હકીહત

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા રાજાઓ અને સમ્રાટોએ શાસન કર્યું છે. તેમાંથી ઘણાએ ભારતને લૂંટી લીધું હતું પરંતુ તેમની છાપ છોડી દીધો હતી અને તેમના સુરક્ષિત રહેઠાણ માટે પોતાની રીતે બધાએ કિલ્લાઓનું નિર્માણ કર્યું હતું.

Trending
a 242 શું રાજસ્થાનમાં આવેલી આ જગ્યાએથી દેખાય છે પાકિસ્તાન? શું છે હકીહત

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા રાજાઓ અને સમ્રાટોએ શાસન કર્યું છે. તેમાંથી ઘણાએ ભારતને લૂંટી લીધું હતું પરંતુ તેમની છાપ છોડી દીધો હતી અને તેમના સુરક્ષિત રહેઠાણ માટે પોતાની રીતે બધાએ કિલ્લાઓનું નિર્માણ કર્યું હતું. જે પોતાનામાં ખૂબ જ વિશેષ છે ભારતનો સમૃદ્ધ ઇતિહાસ પૈકી એક એવા કિલ્લાની વિશેષતા જણાવી રહ્યું છે જે પાંચસો વર્ષ જુનો છે અને આ કિલ્લા પરથી  આખો પડોશી દેશ પાકિસ્તાન દેખાય છે. એવું કહેવામાં આવે છે કે ભાગલા વખતે પાકિસ્તાને તેને કબજે કરવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો. રાજસ્થાનમાં સ્થિત આ કિલ્લાનું નામ મહેરાનગઢ છે.

મહેરાનગઢ કિલ્લો ભારતના રાજસ્થાન પ્રાંતના જોધપુર શહેરમાં સ્થિત છે. પંદરમી સદીનો આ વિશાળ કિલ્લો 125 મીટરની ઉંચાઈએ એક ખડકાળ ટેકરી પર બનાવવામાં આવ્યો છે. જે કુતુબ મીનારથી વધારે છે. 500 વર્ષ જુનો કિલ્લા પરથી આખું પાકિસ્તાન દેખાઈ છે .1965 માં ભારત-પાક યુદ્ધમાં મહેરાનગઢના કિલ્લાને નિશાન બનાવવામાં આવ્યો હતો. જોધપુરના શાસક રાવ જોધાએ 12 મે 1459 ના રોજ આ કિલ્લાનો પાયો નાખ્યો હતો અને મહારાજ જસવંત સિંહે (1638–78) પૂર્ણ કર્યો હતો.

આ કિલ્લાનાં દિવાલોની સીમા 10 કિ.મી સુધી ફેલાયેલ છે. તેની ઉંચાઇ 20 ફૂટથી 120 ફૂટ તથા પહોળાઇ 12 ફૂટથી 70 ફૂટ સુધી છે. આમાં અગમ્ય રસ્તાવાળા સાત આરક્ષિત ગઢ પણ બનેલા હતાં. ઘુમાવદાર માર્ગો સાથે જોડાયેલ આ કિલ્લાની ચાર દરવાજા છે. કિલ્લાની અંદર અનેક ભવ્ય મહેલ, અદભુત નક્શીકામ કોતરણીવાળાં દરવાજા, જાળીદાર બારીઓ છે પવન

રાવ જોધાને મા ચામુંડા માતા પર ખૂબ શ્રદ્ધા હતી. ચામુંડા માતા જોધપુરનાં શાસકોની કુળદેવી છે. કહેવામાં આવે છે કે, માતાજીની કૃપાથી જ યુદ્ધ દરમ્યાન કિલ્લાને ભારત બચાવી શક્યું હતું. રાવ જોધાએ 1460માં મેહરાનગઢ કિલ્લાની પાસે ચામુંડા માતાનું મંદિર બનાવ્યું અને બાદમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી.

ચામુંડા માં માત્ર શાસકોની જ નહીં પરંતુ અધિસંખ્ય જોધપુર નિવાસીઓની કુળદેવી છે અને આજે પણ લાખો લોકો આને પૂજે છે. નવરાત્રિનાં દિવસોમાં અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે માતાજીનાં આશીર્વાદથી જ સન 1965માં પાકિસ્તાનનાં હુમલા દરમ્યાન કિલ્લાને કોઇ આંચ પણ ન હોતું લાવી શકતું.

કેવી રીતે અહીં પહોંચી શકાય છે

જોધપુરમાં આવેલા આ કિલ્લા સુધી પહોંચવા માટે તમે એરપોર્ટથી સરળતાથી પહોંચી શકો છો. જોધપુર રેલવે સ્ટેશનથી પણ ટેક્સી અથવા બસ મળી શકે છે. નવી દિલ્હી અને આગરાથી જયપુરની સીધી બસ મળે છે.

નોંધ:

શા માટે આવું વાયરલ થઈ રહ્યું છે?

હકીકતમાં પાકિસ્તાનના ભવલપુર જિલ્લામાં દેરાવર કિલ્લો આવેલો છે જે જેસલમેરના કિશનગઢ કિલ્લા જેવો જ દેખાય છે નહીં કે મહેરાનગઢ કિલ્લા જેવો. કેટલાંક લોકો આ કિલ્લાને ભારતનો સમજી લે છે.

આ લેખમાં અપાયેલી માહિતીની મંતવ્ય ન્યૂઝ પુષ્ઠી નથી કરતુ…

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે ઘટાડ્યું 92 કિલો વજન, કપિલ શર્માએ મજાક ઉડાવતા કહ્યું – તેમ બે વ્યક્તિ…

રાખી સાવંતે કહ્યું – મારા લગ્ન ‘પબ્લિસિટી’ નથી, જણાવ્યું પતિ રિતેશ ક્યારે આવશે દુનિયાની સામે

ઇશા ગુપ્તાએ બાથરૂમમાં ક્લિક કરી હોટ સેલ્ફી, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

વરુણ અને સારાની ફિલ્મ કૂલી નંબર 1 નું નવુ સોન્ગ ‘મમ્મી કસમ’ રિલીઝ, જુઓ વીડિયો

આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટાર્સે કર્યું ધમાકેદાર ડેબ્યુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…