Pak vs WI/ પાકિસ્તાનની ઓપનર જોડીએ તોડ્યો રોહિત-ધવનનો રેકોર્ડ

બાબર અને રિઝવાન હવે એકલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટે સર્વોચ્ચ સદીની ભાગીદારીનો વિશ્વ વિક્રમ ધરાવે છે, આ પહેલા ત્રણેય જોડીઓ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતી.

Sports
બાબર અને રિઝવાન

પાકિસ્તાને કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20માં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવી કેરેબિયનનાં સૂપડા સાફ કરી દીધા છે. ત્રીજી T20 સાત વિકેટે જીતીને પાકિસ્તાને ત્રણ મેચની T20 સીરીઝમાં મહેમાન ટીમનો સફાયો કરી દીધો છે.

આ પણ વાંચો – ક્રેશ / હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ બે સપ્તાહમાં પૂર્ણ થવાની સંભાવના,નિવેદનો લેવામાં આવી રહ્યા છે….

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે મળીને T20 ઈન્ટરનેશનલમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ જોડીએ ભારતનાં ઓપનર રોહિત શર્મા-શિખર ધવન અને રોહિત શર્મા-કેએલ રાહુલની જોડીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. બાબર અને રિઝવાન હવે એકલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટે સર્વોચ્ચ સદીની ભાગીદારીનો વિશ્વ વિક્રમ ધરાવે છે, આ પહેલા ત્રણેય જોડીઓ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતી. બાબર અને રિઝવાને ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 ઈન્ટરનેશનલ સીરીઝની છેલ્લી મેચમાં પાંચમી વખત પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. રોહિત-ધવન અને રોહિત-રાહુલની જોડીએ ચાર વખત આવું કર્યું છે. બાબર અને રિઝવાને પ્રથમ વિકેટ માટે 158 રનની ભાગીદારી કરી હતી અને પાકિસ્તાનને સાત વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રીતે પાકિસ્તાને ઘરઆંગણે T20 સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું હતું. કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચોક્કા અને છક્કાનો જોરદાર વરસાદ થયો હતો.

આ પણ વાંચો – પ્રતિબંધ / અમેરિકાએ ઉઇગરના મુસ્લિમોના અત્યાચાર મામલે ચીન પર લગાવ્યા નવા પ્રતિબંધો…

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ત્રણ વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 18.5 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રિઝવાન 87 અને બાબર 79 રન બનાવીને આઉટ થયા હતા. રિઝવાને આ ઇનિંગ માત્ર 45 બોલમાં રમી હતી અને આ દરમિયાન તેણે 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ માટે રિઝવાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ સીરીઝ દરમિયાન રિઝવાનનું બેટ ગરજ્યું હતુ અને આ કારણે તેને મેન ઓફ ધ સીરીઝ પણ જાહેર કરવામાં આવ્યો.