Cricket/ પૂર્વ ફાસ્ટ બોલરનો વિરાટ પર કટાક્ષ, કહ્યુ- પોતે રન બનાવી નથી શકતો અને બીજા ખેલાડીઓ તરફ આંગળીઓ ચીંધી રહ્યો છે

ક્રિકેટનાં તમામ ફોર્મેટમાથી ટીમ ઈન્ડિયાનાં ખેલાડી વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી છે. જેને લઇને અલગ-અલગ પ્રતિક્રિયા આજે પણ સામે આવી રહી છે. આ કડીમાં હવે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને પણ એક નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે.

Sports
અતુલ વાસન

ક્રિકેટનાં તમામ ફોર્મેટમાથી ટીમ ઈન્ડિયાનાં ખેલાડી વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી છે. જેને લઇને અલગ-અલગ પ્રતિક્રિયા આજે પણ સામે આવી રહી છે. આ કડીમાં હવે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને પણ એક નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે.

કોહલી અને અતુલ વાસન

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનનાં યુવા ફાસ્ટ બોલરની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી, ટેસ્ટિંગમાંથી થયુ પડશે પસાર

અતુલ વાસને કહ્યું કે, વિરાટ કોહલીનાં ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણયથી તે બિલકુલ આશ્ચર્યચકિત નથી. વાસને એમ પણ કહ્યું કે, જે પ્રકારનાં સંજોગો સર્જાયા હતા, આવી સ્થિતિમાં વિરાટનો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય એકદમ યોગ્ય હતો. વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ પહેલા જાહેરાત કરી હતી કે કેપ્ટન તરીકે આ તેની છેલ્લી T20 ટૂર્નામેન્ટ હશે, પરંતુ તે ODI અને ટેસ્ટ ટીમનાં કેપ્ટન તરીકે આગળ પણ મેદાનમાં ઉતરતો રહેશે. દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પહેલા રોહિત શર્માને વનડે ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી અને ટેસ્ટ સીરીઝ બાદ વિરાટે પણ ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. અતુલ વાસને ANI પર કહ્યું, ‘મને આનાથી બિલકુલ આશ્ચર્ય થયું નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મને આશ્ચર્ય થયું હતું. મને લાગે છે કે છેલ્લા બે મહિનામાં જે કંઈ પણ થઈ રહ્યું છે, T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનાં ખરાબ પ્રદર્શન બાદ તેઓ દબાણમાં હતા. વિરાટ પોતે રન બનાવી શક્યો ન હતો, કેટલાક પ્રસંગોએ તે બીજાઓ તરફ આંગળી ચીંધતો રહ્યો હતો, એક કેપ્ટન તરીકે તેણે આવું જ કરવાનું હતું, અને તેના માટે હું તેને સપોર્ટ કરું છું, પરંતુ પહેલા તે આગળથી લીડ કરતો હતો અને ઉદાહરણ રજૂ કરતો હતો, પરંતુ તાજેતરનાં ભૂતકાળમાં તેના બેટિંગ ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો છે.

1 2022 01 19T122125.139 પૂર્વ ફાસ્ટ બોલરનો વિરાટ પર કટાક્ષ, કહ્યુ- પોતે રન બનાવી નથી શકતો અને બીજા ખેલાડીઓ તરફ આંગળીઓ ચીંધી રહ્યો છે

આ પણ વાંચો – મોટા સમાચાર / IPL 2022 ને લઇને આવ્યું મોટું અપડેટ, લખનઉની ટીમને અંતે મળી ગયો કેપ્ટન

તેમણે આગળ કહ્યું, ‘દરેક બેટ્સમેન અને દરેક ખેલાડી આવા તબક્કામાંથી પસાર થાય છે. તેના પર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપનું દબાણ પણ હતું. વિરાટે T20ની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો, જે યોગ્ય નિર્ણય હતો, પરંતુ બોર્ડે તેની પાસેથી ODI ટીમની કેપ્ટનશિપ પણ છીનવી લીધી. તેમનું લક્ષ્ય ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડવાનું હતું.