Not Set/ ICC World Cup : વર્ષ 2011થી યજમાન ટીમ રહી છે વિશ્વ વિજેતા, શું ઈંગ્લેન્ડ આ પરંપરા જાળવી રાખશે ખરા?

વિશ્વ કપની રોમાંચક શરૂઆત થયા બાદ જાણકાર ક્રિકેટ પંડિતો અને પૂર્વ સ્ટાર ખેલાડીઓ વિશ્વ કપમાં તાજ કોણ જીતશે તેને લઇને જુદી જુદી ગણતરી કરી રહ્યા છે. આ વખતે સૌથી પ્રબળ દાવેદાર તરીકે યજમાન ઈંગ્લેન્ડને ગણવામાં આવે છે. ઈંગ્લેન્ડ અને ભારત આ વખતે સૌથી સંતુલિત અને પ્રબળ દાવેદાર ટીમ દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૧થી લઇને અત્યાર […]

Top Stories Sports
BBUlrQq 1 ICC World Cup : વર્ષ 2011થી યજમાન ટીમ રહી છે વિશ્વ વિજેતા, શું ઈંગ્લેન્ડ આ પરંપરા જાળવી રાખશે ખરા?

વિશ્વ કપની રોમાંચક શરૂઆત થયા બાદ જાણકાર ક્રિકેટ પંડિતો અને પૂર્વ સ્ટાર ખેલાડીઓ વિશ્વ કપમાં તાજ કોણ જીતશે તેને લઇને જુદી જુદી ગણતરી કરી રહ્યા છે. આ વખતે સૌથી પ્રબળ દાવેદાર તરીકે યજમાન ઈંગ્લેન્ડને ગણવામાં આવે છે. ઈંગ્લેન્ડ અને ભારત આ વખતે સૌથી સંતુલિત અને પ્રબળ દાવેદાર ટીમ દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૧થી લઇને અત્યાર સુધી યજમાન ટીમ જ વિશ્વ કપ જીતવામાં સફળ રહી છે. આ વખતે ઇંગ્લેન્ડ આ પરંપરાને જાળવી રાખે છે કે કેમ તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

118015 scwrwjjiov 1555854648 ICC World Cup : વર્ષ 2011થી યજમાન ટીમ રહી છે વિશ્વ વિજેતા, શું ઈંગ્લેન્ડ આ પરંપરા જાળવી રાખશે ખરા?

વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૦૧૫નાં વિશ્વ કપમાં એક સમાનતા એ રહી છે કે આ બંને વખત યજમાન ટીમ વિજેતા રહી છે. આ વખતની ઈંગ્લેન્ડની ટીમ બેલેન્સ ટીમ દેખાઇ રહી છે. આંકડા પર નજર કરવામાં આવે તો ૨૦૧૫નાં વિશ્વ કપ બાદથી ઈંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ કરવામાં સફળ રહી છે. ઈંગ્લેન્ડે આ ગાળામાં ૮૮ મેચો રમી છે જે પૈકી ૫૮માં તેની જીત થઇ છે. જ્યારે ૨૩માં તેની હાર થઇ છે. આ સમયગાળા દરમિયાન કોઇ ટીમે આટલી મોટી સફળતા મેળવી નથી. આ આંકડા તેના સારા દેખાવને દર્શાવે છે. વનડે વિશ્વ કપનાં ઇતિહાસમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત ફેવરીટ ટીમ તરીકે લોકોનાં મુખે ઉભરી રહી છે. હાલમાં રેન્કિંગમાં પણ તે પ્રથમ સ્થાન પર છે. તેની મજબૂત બેટિંગ લાઇનને મુખ્ય રીતે ગણી શકાય છે. ઈંગ્લેન્ડની ટીમમાં અંતિમ ઇલેવન સુધી એવા ખેલાડી છે જે બેટ સાથે પણ યોગદાન આપી શકે છે.

England top image 01 ICC World Cup : વર્ષ 2011થી યજમાન ટીમ રહી છે વિશ્વ વિજેતા, શું ઈંગ્લેન્ડ આ પરંપરા જાળવી રાખશે ખરા?

ઈંગ્લેન્ડની ટીમ રનનો પીછો કરતા હોવાના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો છેલ્લી તમામ ૧૬ મેચમાં તેની જીત થઇ છે. રોય, રૂટ, જોસ બટલર, મોર્ગન અને બેન સ્ટોક્સ જેવા ધરખમ ખેલાડી આ ટીમમાં રહેલા છે. આ બેટ્‌સમેનો વિશ્વની કોઇ પણ બોલિંગ લાઇનને તોડી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮ બાદથી ઈંગ્લેન્ડે સૌથી વધારે ૧૪ વખત ૩૦૦થી વધારેનો જુમલો ખડક્યો છે. બોલિંગ લાઇનમાં કેટલીક નબળાઇ ચોક્કસપણે દેખાઇ આવે છે. ઈંગ્લેન્ડની ટીમમાં હાલમાં એવો કોઇ બોલર નથી જે મેચ પહેલા હરીફ છાવણીમાં ભય ફેલાવી શકે છે. તાજેતરમાં રમાયેલી શ્રેણીમાં પાકિસ્તાને ચાર પૈકી ત્રણ વખત ઈંગ્લેન્ડ સામે ૩૦૦થી વધારેનો સ્કોર કર્યો હતો. જે ઈંગ્લેન્ડનાં બોલરોની નબળાઇની સાબિતી આપે છે. વિશ્વ કપમાં શ્રેષ્ઠ દેખાવની વાત કરવામાં આવે તો આ ટીમ ૧૯૭૯, ૧૯૮૭ અને ૧૯૯૨માં રનર્સ અપ તરીકે રહી હતી. આ વખતે તેને ચેમ્પિયન બનવાની તક છે. સાથે સાથે તે હોમ ગ્રાઉન્ડ હોવાના લાભ પણ લઇ શકે છે. જેથી તે આ વિશ્વ કપમાં ફેવરીટ ટીમ તરીકે છે.