Economy/ પાક. PM ની દુનિયાને સલાહ – મારો આ ફોર્મ્યુલા અપનાવો અને બચાવો અર્થવ્યવસ્થા

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે વિશ્વનાં વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થા માટે 10 મુદ્દાનો એજન્ડા શેર કર્યો છે. વર્ચુઅલ રીતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) નાં બે દિવસીય વિશેષ અધિવેશનને સંબોધન કરતાં ઇમરાને કહ્યું હતું કે, જો વિકાસશીલ દેશો તેમના દ્વારા સૂચવેલા 10-મુદ્દાનાં સૂત્રને અપનાવે તો તેમની અર્થવ્યવસ્થા કોરોના સંકટથી બરબાદ થવાથી બચી શકે છે. . […]

Top Stories World

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે વિશ્વનાં વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થા માટે 10 મુદ્દાનો એજન્ડા શેર કર્યો છે. વર્ચુઅલ રીતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) નાં બે દિવસીય વિશેષ અધિવેશનને સંબોધન કરતાં ઇમરાને કહ્યું હતું કે, જો વિકાસશીલ દેશો તેમના દ્વારા સૂચવેલા 10-મુદ્દાનાં સૂત્રને અપનાવે તો તેમની અર્થવ્યવસ્થા કોરોના સંકટથી બરબાદ થવાથી બચી શકે છે. .

આપને જણાવી દઇએ કે, વિશેષ સત્રનું આયોજન કરવાનો હેતુ અર્થતંત્રને કોરોના રોગચાળામાંથી જીવંત કરવાનો માર્ગ શોધવાનો છે. આ સત્રમાં 141 દેશોનાં પ્રતિનિધિઓને સંબોધન કરવાનું છે. અધિવેશનને સંબોધન કરતાં ઇમરાન ખાને કહ્યું કે, રોગચાળાએ મનુષ્યનાં દુઃખમાં વધારો કર્યો છે અને આને કારણે 1930 પછી વિશ્વની સૌથી મોટી આર્થિક કટોકટી સર્જાઈ છે. પાક પીએમએ કહ્યું કે, આ રોગચાળાનાં સંકટને લીધે વિકાસશીલ દેશોમાં આશરે 10 કરોડ લોકો અત્યંતિક ગરીબીમાં ચાલ્યા જશે, જ્યારે સમૃદ્ધ દેશોએ પોતાના અર્થતંત્રને પુનર્જીવિત કરવા 13 અરબ ડોલરનું પેકેજ આપ્યું છે.

ઇમરાને કહ્યું કે, ‘વિકાસશીલ દેશો પાસે તેમની અર્થવ્યવસ્થાને સુધારવા અને રાહત પેકેજ આપવા માટે પૈસા નથી. આ દેશો રોગચાળાની અસરોને પહોંચી વળવા આર્થિક પેકેજની લડાઈ લડી રહ્યા છે. ‘ઇમરાને વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે કે તેઓ આ દેશોને આર્થિક સંકટમાંથી બહાર કાઠવા પહેલ કરે. ઇમરાને કોરોના સંકટને બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી આપત્તિ ગણાવી છે. તેમણે યુએનજીએ પ્રમુખને ખાતરી આપી હતી કે તેમની 10-મુદ્દાની યોજના ગરીબ દેશોને મદદ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો