Not Set/ #ICC WroldCup : વિશ્વકપ ક્રિકેટનાં પ્રાંગણમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો

વિશ્વકપ ક્રિકેટનાં પ્રાંગણમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો હતો. પાકિસ્તાન દ્રારા સીંધ, કાશમીર અને બલોચીસ્તાન જેવા અનેક વિસ્તારો પર અવેધ કબજો જમાવવામાં આવ્યો છે અને પાકિસ્તાન આ જમિનનો ઉપયોગ દુનિયામા આતંક એક્સપોર્ટ કરવા માટે કરે છે. જ્યારે પણ કોઇ લોકલ રહેવાસી આ અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે યા તો તે ગાયબ થઇ જાય છે […]

Top Stories World

વિશ્વકપ ક્રિકેટનાં પ્રાંગણમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો હતો. પાકિસ્તાન દ્રારા સીંધ, કાશમીર અને બલોચીસ્તાન જેવા અનેક વિસ્તારો પર અવેધ કબજો જમાવવામાં આવ્યો છે અને પાકિસ્તાન આ જમિનનો ઉપયોગ દુનિયામા આતંક એક્સપોર્ટ કરવા માટે કરે છે. જ્યારે પણ કોઇ લોકલ રહેવાસી આ અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે યા તો તે ગાયબ થઇ જાય છે અથવા તો પાકિસ્તાની આર્મિ દ્રારા તેને પકડી પાડવામાં આવે છે. બલોચ લોકોનાં વિશ્વ માધ્યમમાં અવાર નવાર પાક આર્મિ દ્રારા કરવામા આવતા અત્યચાર મામલે વિડીયો વાઇરલ થતા રહે છે. અને છેલ્લા લાંબા સમયથી બલોચ લોકો પોતાને આ આત્યાચારમાંથી મુક્ત કરવા પાકિસ્તાન પાસે અને કરાવવા સંયુક્ત રાષ્ટ્ર સંધ પાસે ગુહાર લગાવતા રહ્યા છે.

ત્યારે આજે વિશ્વ કપની પાકિસ્તાન વિરૂધ અફધાનીસ્તાનની મેચ દરમ્યાન એક અવેધ પ્લેન દ્રારા રાજકીય બેનર સાથે સ્ટેડીયમ પરથી ઉડાન ભરવામાં આવી હતી. પ્લેન જે બેનરને લઇને ઉડ્યું હતું તેમા અંગ્રેજીમાં લખેલુ હતું “JUSTICE FOR BALOCHISTAN”.  પ્લેન ઉડાન ભરતા બલોચ અને પાકિસ્તાની સર્થકો રીતસરનાં આમને સામને આવી ગયા હતા. અને ફ્રી સ્ટાઇલમાં એક બીજા પર હુમલો કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. વાત જે કાઇ હોઇ પણ પાકિસ્તાનને જ્યારે વિશ્વમાં આતંકવાદ એક્સપોર્ટર માનવામા આવે છે ત્યારે આવા બેનરથી પાકિસ્તાનની બચી કુચી આબરુ પણ ગઇ હોય તેવુ જોવા મળ્યું હતું.

જુઓ વિડીયોમાં……..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.