Not Set/ LoC પર પાકિસ્તાન કંઇક ખીચડી પકાવી રહ્યું છે, સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા

આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની સાથે સાથે પાકિસ્તાને LoCમાં તેના સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા છે. થોડા સમય પૂર્વે જ પાકિસ્તાન દ્વારા ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદે SSG કમાન્ડો ગોઠવ્યા હતા. આ પરથી આવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન ભારત સામે નવી કાવતરું રચી શકે છે. પાકિસ્તાન કંઇક ખીચડી જરૂર પકાવી રહ્યું હોવાનું આ […]

Top Stories India
special froce pak.jpg1 LoC પર પાકિસ્તાન કંઇક ખીચડી પકાવી રહ્યું છે, સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા
આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની સાથે સાથે પાકિસ્તાને LoCમાં તેના સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા છે. થોડા સમય પૂર્વે જ પાકિસ્તાન દ્વારા ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદે SSG કમાન્ડો ગોઠવ્યા હતા. આ પરથી આવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન ભારત સામે નવી કાવતરું રચી શકે છે. પાકિસ્તાન કંઇક ખીચડી જરૂર પકાવી રહ્યું હોવાનું આ વાતથી પ્રતિત થઇ રહ્યું છે.
special froce pak.jpg2 LoC પર પાકિસ્તાન કંઇક ખીચડી પકાવી રહ્યું છે, સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા
LoC પર સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સૈન્ય પાકિસ્તાનનાં દરેક પ્રકારનાં સવાલનાં અને કોઈ પણ કાર્યવાહીનાં યોગ્ય જવાબ આપવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. LoC પર પાકિસ્તાને પેતાની સેનાની હાજરી વધારી દીધી હોવાથી, ભારતીય સૈન્યની પોસ્ટ્સ પણ એલર્ટ પર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ તાજેતરમાં કેરાન અને મચીલ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા BATના ઓપરેશનને નિષ્ફળ બનાવ્યું હતું. તો સાથે સાથે સેના અને ચોકીઓ એલર્ટ પર હોવાનું જણાવાયું છે.

પહેલા સર ક્રિક વિસ્તારમાં SSG પણ કમાન્ડો ગોઠવ્યા

ssg cammando pak LoC પર પાકિસ્તાન કંઇક ખીચડી પકાવી રહ્યું છે, સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા

આપને જણાવી દઇએ કે પાકિસ્તાને ગુજરાતનાં સર ક્રિક વિસ્તારની સામે પર પણ SSG કમાન્ડો પણ તૈનાત કર્યા છે. ઇકબાલ-બાજવા ચોકી પર પાકિસ્તાને તેના આ કમાન્ડો તૈનાત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવી આશંકા છે કે પાકિસ્તાન તેના કમાન્ડોનો ઉપયોગ, ત્યાં સ્થિત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા માટે કરી શકે છે.

SSG કમાન્ડો ભારતીય સૈન્ય વિરુદ્ધ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમને મદદ કરશે. પાકિસ્તાન લાંબા સમયથી જમ્મુ-કાશ્મીર અને LoC વિસ્તારોમાં ભારતીય સૈન્ય વિરુદ્ધ કાર્યવાહી કરી, વારંવાર યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યું છે.

special froce pak LoC પર પાકિસ્તાન કંઇક ખીચડી પકાવી રહ્યું છે, સ્પેશ્યલ ફોર્સનાં 100 કમાન્ડો મોકલ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સર ક્રીક વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે. સર ક્રીક વિવાદ 1960નાં દાયકાથી શરૂ થયો હતો. સર ક્રીક વિવાદ ખરેખર કિલોમીટરોમાં પથરાયેલી દળદાર જમીન વિવાદ છે, જે ભારતનાં ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનનાં સિંધ રાજ્ય વચ્ચે આવેલો છે. આમ તો સર ક્રીક પાણીનાં ધોવાણના કારણે રચાય છે, અને અહીં ભરતીનાં ભરાવાનાં કારણે કેટલાંક ભાગમાં કેટલું પાણી રહેશે અને કેટલામાં નહી રહે તે નક્કી થઇ શકતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.