Visa/ T-20 માટે પાકિસ્તાન ટીમને ભારતના વિઝા મળશે

પાકિસ્તાન ટીમને વિઝા મળ્યા

Sports
TEAM T-20 માટે પાકિસ્તાન ટીમને ભારતના વિઝા મળશે

ભારત પાકિસ્તાનના પરસ્પર સંબધો સારા નથી.પાકિસ્તાન તેના નાપાક ઇરાદાના લીધે પરિસ્થિતિ હમેશા વણસે છે.પરતું ક્રિકેટ એક માધ્યમ છે  કે જેનાથી સંબધ સુધરી શકે છે.આગામી ટી-20 વર્લડ કપ માટે પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતના વિઝા મળશે.

ભારતમાં રમાનારી ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના ખેલાડીઓને આ વર્ષે વિઝા મળશે.બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અને નવ સ્થળોએ મેગા ઇવેન્ટ કરવામાં આવશે.

પાકિસ્તાન ક્રિકેટરોના વિઝાનો મુદ્દો ઉકેલાઇ ગયો છે પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા મળશે પરતું પાકિસ્તાનમાંથી ક્રિકેટ રસિકોને વિઝા મળશે કે નહી તેની હજીસુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાકિસ્તાન અને ભારત  દેશે દાયકાઓથી એકબીજા દેશ સાથે ટુર્નામેન્ટ સિવાય મેચ ખેલી નથી.