Retirement/ પાકિસ્તાન ટીમનાં અનુભવી ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

વર્ષ 2022 ની શરૂઆતમાં પાકિસ્તાનનાં ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, ટીમનાં અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

Top Stories Sports
મોહમ્મદ હાફિજ

વર્ષ 2022 ની શરૂઆતમાં પાકિસ્તાનનાં ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, ટીમનાં અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. 41 વર્ષીય મોહમ્મદ હફીઝ જમણા હાથનો બેટ્સમેન અને બોલર છે. પાકિસ્તાનનાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ક્રિકેટરોમાંનાં એક, હાફિઝે 2018 માં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનનાં ફાસ્ટ બોલરે આ ટૂર્નામેન્ટમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ કર્યો ધમાલ, લીધી એક જ ઓવરમાં ત્રણ વિકેટ

ક્રિકેટ જગતમાં પ્રોફેસરનાં નામથી પ્રખ્યાત મોહમ્મદ હફીઝે સોમવારે ગદ્દાફી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરીને પોતાનો નિર્ણય જણાવ્યા બાદ આ જાહેરાત કરી હતી. 41 વર્ષીય મોહમ્મદ હાફીઝે 2003માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. તેણે 2003માં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમી હતી. 18 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં, હાફિઝે પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે 105 ટેસ્ટ મેચોમાં 3652 રન બનાવ્યા. મોહમ્મદ હફીઝે 218 વનડેમાં 6614 રન બનાવ્યા છે. 2006 માં T20માં ડેબ્યૂ કરનાર મોહમ્મદ હફીઝે તેની છેલ્લી મેચ T20 વર્લ્ડકપ 2021માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેણે 119 T20 મેચોમાં 2514 રન બનાવ્યા, અને 61 વિકેટ લીધી. જણાવી દઇએ કે, હાફિઝ પાકિસ્તાનનો એકમાત્ર એવો ખેલાડી છે, જેણે એક T20 વર્લ્ડકપ સિવાય 6 ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. તે 2009 T20 વર્લ્ડકપમાં ટીમનો ભાગ નહોતો. ત્યારબાદ પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. હાફિઝે 2012 વર્લ્ડ T20 સેમિફાઇનલમાં પણ પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું. 2014માં જ્યારે પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડકપનાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી ત્યારે હાફિઝ ટીમનો કેપ્ટન હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે પાકિસ્તાન T20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં નહોતું પહોંચ્યું. તેણે કેપ્ટન તરીકે 29માંથી 18 T20 જીતી છે. જ્યારે 11 માં હાર થઇ છે.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી / મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ઉમેદવાર બનાવવા માટે માગ,ભાજપના સાંસદે જે.પી.નડ્ડાને લખ્યો પત્ર

ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો હફીઝે પાકિસ્તાન ટીમ માટે 55 મેચ રમી છે અને 10 સદીની મદદથી 3652 રન બનાવ્યા છે. આ સિવાય હફીઝે આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં 53 વિકેટ પણ લીધી છે. તેણે 2003માં બાંગ્લાદેશ સામે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી હતી. ODI કેરીયર પર નજર કરીએ તો મોહમ્મદ હફીઝે 218 ODIમાં 11 સદીની મદદથી 6614 રન બનાવ્યા છે અને 139 વિકેટ પણ લીધી છે. હફીઝે 2003માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ વનડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.