Not Set/ પાકિસ્તાનનાં આ એક્ટરે માન્યુ કે તે અંડરકવર ISI એજન્ટ છે, જાણો કોણ છે

પાકિસ્તાનનાં એક પ્રખ્યાત અભિનેતાએ ટ્વીટ કરીને પોતાને આઈએસઆઈનો એજન્ટ જાહેર કર્યો છે. એક ભારતીય ટીવી ચેનલ ઘણા સમયથી આ અભિનેતા વિશે દાવો કરી રહી હતી કે તે આઈએસઆઈનો ગુપ્ત એજન્ટ છે. આ કલાકાર કોઈ અન્ય નહીં પરંતુ હમઝા અલી અબ્બાસી છે. હમઝાએ તાજેતરમાં એક ચેનલની ન્યૂઝ ક્લિપિંગ્સ શેર કરતી વખતે એક ચોંકાવનારો ટ્વીટ શેર કર્યો […]

World
hamza પાકિસ્તાનનાં આ એક્ટરે માન્યુ કે તે અંડરકવર ISI એજન્ટ છે, જાણો કોણ છે

પાકિસ્તાનનાં એક પ્રખ્યાત અભિનેતાએ ટ્વીટ કરીને પોતાને આઈએસઆઈનો એજન્ટ જાહેર કર્યો છે. એક ભારતીય ટીવી ચેનલ ઘણા સમયથી આ અભિનેતા વિશે દાવો કરી રહી હતી કે તે આઈએસઆઈનો ગુપ્ત એજન્ટ છે. આ કલાકાર કોઈ અન્ય નહીં પરંતુ હમઝા અલી અબ્બાસી છે.

હમઝાએ તાજેતરમાં એક ચેનલની ન્યૂઝ ક્લિપિંગ્સ શેર કરતી વખતે એક ચોંકાવનારો ટ્વીટ શેર કર્યો હતો. જે બાદ હમઝાનાં આ ટ્વીટ પર તાબડતોડ રિએક્શન સામે આવી રહ્યા છે. આ સાથે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હમઝા પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની પણ નજીક છે. પાકિસ્તાનનાં કલાકાર હમઝા અલી અબ્બાસીએ પાકિસ્તાનનાં સ્વતંત્રતા દિવસ પર આ ટ્વીટ કર્યું હતું.

hamzaaa પાકિસ્તાનનાં આ એક્ટરે માન્યુ કે તે અંડરકવર ISI એજન્ટ છે, જાણો કોણ છે

ભારતીય ચેનલ પર તંજ કસતા હમઝાએ પોસ્ટમાં લખ્યું કે, ‘એક ભારતીય ચેનલ દાવો કરે છે કે, હું આઈએસઆઈનો ગુપ્ત એજન્ટ છું. આ સાચું નથી, હું અંડરકવર નથી પરંતુ સંપૂર્ણ રીતે અને ગર્વથી આઈએસઆઈ એજન્ટ છું. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે માત્ર હું જ નહીં, પાકિસ્તાનનાં તમામ 200 કરોડ લોકો પણ આઈએસઆઈ એજન્ટ છે.

આ ટ્વીટ પર હમઝાને ઘણા પાકિસ્તાની નાગરિકોની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. જોકે આ પ્રતિક્રિયાઓ મિશ્રિત હતી. કોઈ તેમનું સમર્થન કરતું જોવા મળે છે, તો ઘણાએ હમઝાને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ છે. આપને જણાવી દઇએ કે, અબ્બાસી ઈમરાનની પાર્ટી, પીટીઆઈની ચૂંટણી રેલીઓમાં પણ તે નજર આવી ચુક્યો છે, જે પછી તેના આઈએસઆઈ એજન્ટ હોવાના સમાચારને વેગ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.