Not Set/ પાકિસ્તાની હુનરે ભારતને અપનાવી લીધું હવે વારો છે ભારત સરકાર આ હુનરને આપે પ્લેટફોર્મ

અનેક હાડમારી વચ્ચે પાકિસ્તાનથી ભારત આવેલા પરિવારો જાણે દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે પણ ક્યાંકને ક્યાંક એમની કલા અને આવડતને યોગ્ય પ્લેટફોર્મ નહીં મળવાનો અફસોસ જોવા મળી રહ્યો છે.

Mantavya Exclusive India
હુનર

1971 ના યુદ્ધ બાદ પાકિસ્તાનથી આવેલા પરિવારો પોતાના વારસા થકી સ્વનિર્ભર બની રહ્યા છે. યુદ્ધ બાદ પાકિસ્તાનમાં અનેક દુઃખો સહન કરી ભારત આવેલ પરિવારો આજે મા ભારતીનાં ખોળામાં ખુશ જોવા મળી રહ્યા છે.

1971માં યુદ્ધનો કપરો સમય હતો પાકિસ્તાન આર્મીએ હિંદુઓને ભારત જવા મજબુર કરતા પાકિસ્તાનના થરપાકર જિલ્લા માંથી સામાન્ય સમાન સાથે બળદગાડા ઉટ અથવા ગધેડા પર સામાન ભરી ભારત તરફ પાકિસ્તાનથી રવાના થતા પરિવારને પાકિસ્તાનમાં બધી માલમિલકત છોડીને આવવા મજબુર થવું પડ્યું હતું. એ સમય કપરો હતો આર્મીના ડરથી વતનથી પલાયન થઈ  700 પરિવારો ગુજરાત તરફ આવ્યા હતા. જેના થરાદ ડીસા કચ્છના અનેક વિસ્તારને આશ્રય સ્થાન બનાવ્યું હતું. ભારત પહોંચતા તત્કાળ સરકારે કેમ્પમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.

હુનર

આ લોકો કેમ્પમાં પાંચ વર્ષ વિતાવ્યા બાદ અલગ અલગ વિસ્તારમાં સ્થાયી થયા હતા અને પાકિસ્તાનથી આવેલને ભારતીય નાગરિકત્વ અપાયું એ જ મુજબ થરાદના શિવનગરમાં આજે પણ મૂળ પાકિસ્તાની 2000 પરિવારો રહે છે જેમનું 4500 ની આસપાસ મતદાન છે. કેમ્પમાં રહી આ તમામ પરિવારો છૂટક મજૂરી કરતા હતા જે તે સમયના થરાદ સ્ટેટના રાજવી એ આ લોકો ને ખૂબ જ મદદ આપતા જેઓ સ્થાનિક બની ગયા. બીજી બાજુ સરકારે જમીનની સાથે મકાન અને રોકડ મદદ કરી સ્વનિર્ભર બને એવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજે તમામ પરિવારને ઘર ખેતર અને આર્થિક સધ્ધરતા મળી રહી છે.

મૂળ પાકિસ્તાનથી આવેલ લોકો વારસામાં કારીગરી લાવી હતી જેઓ સુથારી કામ,  લુહારીકામ,  ભરતકામ જેવી અનેક કુશળતા હતી. થરાદમાં શરૂઆતમાં અનેક વિકાસનાં કામમાં આ કારીગરીનો સિંહફાળો હોવાની ચર્ચા પણ છે. વારસામાં મળેલી કારીગરી થકી આજે પણ તેમની કલાકૃતિની વિશેસ ચર્ચા રહે છે. શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિમાં રંગાયેલ પરિવાર પાકિસ્તાનની વેદના ભૂલી ભારતીય હોવાનો ગર્વ મહેસુસ કરી રહી છે. જો કે આજે પણ પાકિસ્તાનમાં રહેલા સંબંધી ઓ અને વેઠેલી મુસીબત યાદ આવતા આખો ભરાઈ જાય છે.

હુનર

પાકિસ્તાનથી આવેલ પરિવારમાં માત્ર પૃરુષો જ નહીં પણ મહિલાઓ પણ એટલી જ કારીગરીમાં નિપુણ છે.  જેમનું ભરત કામ આજે પણ આકર્ષક છે. ભરતકામની અનેક કલા થકી અનેક મહિલા ઓ રાજ્ય અને દેશ લેવલે એવોર્ડ લઈ ચુકી છે છતાં ભાતીગળ ભરતકામને યોગ્ય માર્કેટ ન મળતા આજે પણ જરુરીયાત મુજબનો વિકાસ થઈ શકયો નથી. આજે પણ મહિલાઓ સરકાર સામે સ્કિલ થકી અનેક તાલીમ આપવામાં આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૃરું પાડવામાં આવે તો ભરતકામ થકી વિશ્વમાં ભારતનું નામ રોશન થાય એમ છે. પણ સરકારે યોગ્ય કદમ ન ઉઠાવતા અફસોસ સાથે ભારતમાં સુરક્ષિત હોવાનો આનંદ ઉઠાવી રહી છે. અનેક હાડમારી વચ્ચે પાકિસ્તાનથી ભારત આવેલા પરિવારો જાણે દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે પણ ક્યાંકને ક્યાંક એમની કલા અને આવડતનો સદઉપયોગ સરકાર ન કરતી હોવાનો અફસોસ પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સરકારે આવા અનેક પરિવારને હુન્નર થકી દેશનું નામ રોશન થાય એવા પ્રયત્ન થકી અનેકતામાં એકતાની મિસાલને ઝળહળતી રાખવાનો સરકારે વધુ પ્રયત્ન કરતા જ રહેવું પડશે.

આ પણ વાંચો :  ધાંગધ્રા તાલુકામાં નીર કેનાલમાં છોડવામાં નહીં આવતાં ખેડૂતોએ કર્યો એવો વિરોધ કે….