Pakistan News/ પાકિસ્તાની ટિકટોક સ્ટાર આયેશા ગિલાનીની ધોળા દિવસે હત્યા, CCTVમાં કેદ થયો હુમલો

પાકિસ્તાનની જાણીતી ઇન્ફ્લુએન્સર અને ટિકટોકર (Pakistani TikTok Star) આયેશા ગિલાનીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા (Ayesha Gillani Murder)કરવામાં આવી છે

Top Stories World
પાકિસ્તાનની જાણીતી ઇન્ફ્લુએન્સર અને ટિકટોકર (Pakistani TikTok Star) આયેશા ગિલાનીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા (Ayesha Gillani Murder)કરવામાં આવી છે

Pakistan News : પાકિસ્તાનની જાણીતી ઇન્ફ્લુએન્સર અને ટિકટોકર (Pakistani TikTok Star) આયેશા ગિલાનીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા (Ayesha Gillani Murder)કરવામાં આવી છે. 28 વર્ષની આયેશાના સોશિયલ મીડિયા પર 13 લાખથી વધુ ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોન કરીને આયેશાને ઘરેથી બહાર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ તેની કાર પર ગોળીબાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ (CCTV Video)પણ સામે આવ્યા હોવાના અહેવાલ છે.

ફોન આવ્યા બાદ ઘરેથી નીકળી હતી આયેશા

રિપોર્ટ્સ અનુસાર, ઘટનાના થોડા સમય પહેલાં આયેશાના મોબાઈલ પર કૉલ આવ્યો હતો. પરિવારની પોલીસ ફરિયાદમાં કૉલ કરનાર વ્યક્તિનું નામ કાશિફ ઉર્ફે કાશી હોવાનું જણાવાયું છે. તેણે આયેશાને મળવા માટે બહાર બોલાવી હતી.

આયેશા પોતાની 15 વર્ષની નાની બહેન અને નાના ભાઈ નૈમતુલ્લાહ સાથે કારમાં નીકળી હતી. આયેશા પોતે કાર ચલાવી રહી હતી. થોડે દૂર પહોંચ્યા બાદ બે બાઇકસવારોએ તેની કારને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો.

ગોળી વાગતાં કાર બેકાબૂ બની

હુમલામાં આયેશાની ગરદનમાં ગોળી વાગી હતી. ગંભીર ઈજાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ગોળીબાર બાદ કાર બેકાબૂ બનીને રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી.

આ ઘટનામાં આયેશાની નાની બહેન પણ ઇજાગ્રસ્ત થઈ છે. હુમલાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પિતાએ હોસ્પિટલમાં આયેશાના મૃતદેહની ઓળખ કરી હતી.

હત્યાનો CCTV વીડિયો સામે આવ્યો

આયેશા ગિલાની (Ayesha Gillani)ની હત્યાને લઈને CCTV ફૂટેજ સામે આવ્યા હોવાના અહેવાલ છે. વીડિયોમાં બાઇકસવાર હુમલાખોરો કાર તરફ આવતા અને ગોળીબાર કરતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે હત્યાના કારણ અને આરોપીઓની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે.

હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. જોકે, પરિવારની ફરિયાદમાં ફોન કરીને આયેશાને બહાર બોલાવનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ કડી સહિત અન્ય પાસાઓની તપાસ હાથ ધરી છે.

પાકિસ્તાનમાં મહિલા ઇન્ફ્લુએન્સર (Pakistani TikTok Star)ની હત્યાનો વધુ એક મામલો

આ ઘટના અગાઉ પાકિસ્તાનમાં અન્ય મહિલા સોશિયલ મીડિયા ક્રિએટરની હત્યાના મામલાઓ પણ સામે આવ્યા હતા. 2 જૂન 2025ના રોજ ઇન્ફ્લુએન્સર સના યુસુફની ઇસ્લામાબાદ સ્થિત તેના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં આ કેસને એકતરફી પ્રેમ સાથે જોડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં ટિકટોક ક્રિએટર સુમીરા રાજપૂતની પણ હત્યા થઈ હતી. તેમની 15 વર્ષની દીકરીએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો સુમીરા પર બળજબરીથી લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા અને ઇનકાર બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

આયેશા ગિલાની (Ayesha Gillani)ની હત્યા બાદ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર મહિલા ક્રિએટર્સની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. જોકે, આયેશાની હત્યા પાછળનું સત્તાવાર કારણ અને આરોપીઓ અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.


આ પણ વાંચો : કુલભૂષણ જાધવનું અપહરણ કરનાર મુફ્તીની પાકિસ્તાનમાં હત્યા…

આ પણ વાંચો : પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ધોળા દિવસે હાફિઝ સઈદના નજીકના સાથીની હુમલાખોરોએ કરી હત્યા