Not Set/ પંચમહાલ ડેરી ઉચાપત મામલે પૂૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી સામે ફરિયાદ દાખલ

ઉચાપત અને ગેરરીતીનો ભોરીંગ નાના મોટા તમામ ક્ષેત્રને આવરી ચૂક્યો છે. જે ક્ષેત્રનો ઉદ્દેશ લોકો વચ્ચે રહીને સેવા અને લોક મદદગારીનો છે તે સહકારીક્ષેત્રમાં પણ ઉચાપત અને ગેરરીતીનાં મામલા સામે આવી રહ્યા છે. જી હા વાત છે પંચમહાલ ડેરીની. પંચમહાલ ડેરીમાં બહુ ચગેલા ઉચાપત મામલે આખરે પંચમહાલ ડેેરીનાં માજી ચેરમેન અને પૂર્વ સાંસદ સામે ફરિયાદ […]

Gujarat Others
panchmahal dairy.jpg1 પંચમહાલ ડેરી ઉચાપત મામલે પૂૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી સામે ફરિયાદ દાખલ

ઉચાપત અને ગેરરીતીનો ભોરીંગ નાના મોટા તમામ ક્ષેત્રને આવરી ચૂક્યો છે. જે ક્ષેત્રનો ઉદ્દેશ લોકો વચ્ચે રહીને સેવા અને લોક મદદગારીનો છે તે સહકારીક્ષેત્રમાં પણ ઉચાપત અને ગેરરીતીનાં મામલા સામે આવી રહ્યા છે. જી હા વાત છે પંચમહાલ ડેરીની. પંચમહાલ ડેરીમાં બહુ ચગેલા ઉચાપત મામલે આખરે પંચમહાલ ડેેરીનાં માજી ચેરમેન અને પૂર્વ સાંસદ સામે ફરિયાદ થઇ છે. 1.49 કરોડની ઉચાપતની વિધિગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સાંસદ સહિતઅન્ય 8 વ્યક્તિઓ પર પણ ઉચાપતનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પંચમહાલ ડેરી મામલે ડેરીનાં પૂર્વ ચેરમેન અને માજી સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વર્ષ 2008નાં નાણાંકીય વર્ષ દરમિયાન ઉચાપત કરવા સબબ નોંધવામાં આવી છે. પંચમહાલ ડેરી મામલે ઉચાપતનો કેસ નોંધવામાં આવતા સમગ્ર પંથકમાં અને ખાસ કરીને સહકારીક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ આ મામલે તમામ પાસા ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન