મતદાન/ લગ્ન પહેલા વરરાજાએ નિભાવી લોકશાહીની ફરજ, પરણવા જતાં પહેલા કર્યું મતદાન

વરરાજાએ લગ્ન કરવા જતાં પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી.

Gujarat Others

ગુજરાત રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી રવિવારે એટલે કે, 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે. ત્યાએ અમુક બુથ પર આજે વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. દરમિયાન પાટણ તાલુકાના બાલીસણા ગામે બુથ નંબર 8માં વરરાજા સંજયજી પ્રધાનજી ઠાકોરે લગ્ન કરવા જતાં પહેલા મતદાન કર્યું હતું.

Gujarat Panchayat Election 2021: Patan માં વરરજાએ ફેરા ફરતાં પહેલા કર્યુ મતદાન, જુઓ તસવીરો

જણાવીએ કે, વરરાજાએ લગ્ન કરવા જતાં પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. વોટિંગ કર્યા બાદ મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળતાં વરરાજા.

Gujarat Panchayat Election 2021: Patan માં વરરજાએ ફેરા ફરતાં પહેલા કર્યુ મતદાન, જુઓ તસવીરો

આપને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી રવિવારે એટલે કે, 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે. ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રવિવારે અંતિમ તબક્કો છે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ રહેશે. અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે.