ફતેપુરા નાં સરસ્વા ગામે દૂધશીત કેન્દ્રની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. બિલ્ડિંગમાં સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક એક સ્લેબ ધરાશાય થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ૧૦ જેટલા શ્રમિકો સ્લેબ નીચે દબાયા હતા. ૧૦ જેટલા શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચતા ખાનગી વાહન તેમજ ૧૦૮ મારફતે સુખસર સરકારી હોસ્પિટલ તેમજ સંતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે શ્રમિકોની હાલત ખુબજ ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

મળતી વધુ વિગત અનુસાર સરસ્વા દૂધશીત કેન્દ્રની બિલ્ડિંગ નિર્માણની કામગીરી ચાલી રહી હતી. જેમાં ૩૦ ફૂટ ઊંચાઈએ સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી. ત્રણ અલગ અલગ ટુકડીઓ ધાબુ ભરવાની કામગીરી કરી રહી હતી. આ ત્રણ ટુકડીઓમાં કુલ ૫૦ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. જ્યારે ૬૦ બ્રાસના સ્લેબ અડધો સ્લેબ ભરાઈ ગયો હોવાથી બીજા શ્રમિકો નીચે ઉતરી ગયા હતા અને દસ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા તેવામાં એક સ્લેબ ધડાકા ભેર નીચે પટકાયો હતો અને ઉપર દસ જેટલા શ્રમિકો સ્લેબ ભરવાની કામગીરી કરી રહ્યા હતા. તે લોકો નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બે શ્રમિકોની હાલત ખુબ ગંભીર છે. આ ઘટનાની જાણ સુખસર પોલીસને થતાં સુખસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ
