Panchmahal/ પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાનો વધુ એક સપાટો!

પંચમહાલ : હાલોલ તાલુકના આદિવાસી વિસ્તાર એવા નાથકુવા ગામના સસ્તા અનાજના દુકાનદાર સામે કાર્યવાહી કરી.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2023 12 24T190631.745 પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાનો વધુ એક સપાટો!

@મોહસીન દાલ

પંચમહાલ: હાલોલ તાલુકાના આદિવાસી વિસ્તાર એવા નાથકુવા ગામની  સરકારી સસ્તા અનાજના પરવાનેદાર  ફિરોજ તાહિર અલી વોરા કે જેઓની દુકાન ઉપર આકસ્મિક તપાસ કરતા ચોખા ૨૦ કટ્ટા, ઘઉં ૪ કટ્ટા, તુવેરદાળ ૩ કટ્ટા અને ચણા ૨ કટ્ટા મળી કુલ ૨૯ કટ્ટાની વધ જોવા મળી આવેલ છે. અને આ દુકાનદાર દ્વારા કબૂલાત પણ કરવામાં આવેલ છે.

તેમજ દુકાનદાર દ્વારા ૩૨ જેટલા રેશનકાર્ડ અનઅધિકૃત રીતે તેમના કબ્જામાંથી મળી આવ્યા છે. જે નિયમ મુજબ એક પણ રેશનકાર્ડ તેમની પાસે રાખી શકે નહિ.જે અનધિકૃત રીતે રાખેલ હતા જે પરવાનેદાર દ્વારા તપાસમાં કબૂલ કરવામાં આવેલ છે.

વધુમાં આ પરવાનેદાર કૂપન આપતાં નથી તે પણ પોતે કબૂલે છે. અને પાવતી પણ આપવામાં આવતી નથી. અને રેશનકાર્ડ ધારકોના નિવેદન લેતા જણાવ્યું હતું કે પાવતી પણ આપવામાં આવતી નથી અને અનાજ ઓછું આપવામાં આવે છે અને ભાવ કરતાં વધુ પૈસા લેવામાં આવે છે.  વધ મળેલ જથ્થો  આદિવાસી રાશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું વિતરણ કરીને સદર હુ અનાજનો જથ્થો ભેગો કરવામાં આવે છે.

આમ આદીવાસી વિસ્તારમાં અભણ, ભોળા અને અજ્ઞાન લોકોનો ફાયદો ઉઠાવી અનઅધિકૃત રીતે અનાજનો જથ્થો સંગ્રહ  કરવામાં આવેલ હોય જે કિંમત કુલ રૂ. ૫૨૨૩૨ (અંકે રૂપિયા બાવન હજાર બસ્સો બત્રીસ)નો જથ્થોની જથ્થો જપ્ત કરી સીઝ કરી આગળની કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: