Not Set/ પંચમહાલની શહેરા નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય

પંચમહાલ, પંચમહાલની શહેરા નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ ગંદકીને કારણે અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી. તેમજ પાલીકાના સત્તાધીશો દ્વારા સાફસફાઈ કામ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને હાલની પરિસ્થિતિ એવી છે કે રસ્તા ઉપર એટલી બધી ગંદકી હોય કે […]

Gujarat Others Videos
mantavya 340 પંચમહાલની શહેરા નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય

પંચમહાલ,

પંચમહાલની શહેરા નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ ગંદકીને કારણે અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી.

તેમજ પાલીકાના સત્તાધીશો દ્વારા સાફસફાઈ કામ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને હાલની પરિસ્થિતિ એવી છે કે રસ્તા ઉપર એટલી બધી ગંદકી હોય કે રહીશોને આવવા – જવામાં પણ અતિ મુશ્કેલી અને હાલાકી અનુભવાય છે.

ડ્રેનેજ લાઈનનું કનેકશન આપતી વખતે આજુ બાજુની ગટરોનું પૂરણ કરી દેવામાં આવ્યું છે જેના કારણે રસ્તાની વચ્ચે ગંદુ પાણી વહે છે. એનાથી રસ્તા પર ગંદકી થાય છે તેમજ રસ્તા ની સાફસફાઈ કરવા માટે નગરપાલિકા કચેરી તરફ થી કોઈ સફાઈ કામદાર સફાઈ કરવા આવતા નથી.