ગુજરાત/ સુરતમાં મનીટ્રાન્સફર શોપમાં હથિયાર બતાવી રોકડ લૂંટનાર ઝડપાયા

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી bank of baroda ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં 4 એપ્રિલ 2023 ના રોજ એક લૂંટની ઘટના સામે આવી હતી.

Gujarat Surat
Untitled 40 2 સુરતમાં મનીટ્રાન્સફર શોપમાં હથિયાર બતાવી રોકડ લૂંટનાર ઝડપાયા

@અમિત રૂપાપરા

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મની ટ્રાન્સફરની દુકાનમાં હથિયાર બતાવીને રોકડા રૂપિયાની લૂંટના ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને ગણતરીના દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. 24000 રૂપિયા રોકડા અને એક મોપેડ જપ્ત કરી ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી bank of baroda ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં 4 એપ્રિલ 2023 ના રોજ એક લૂંટની ઘટના સામે આવી હતી. ચાર એપ્રિલે 4:30થી 5:00 વાગ્યાના અરસામાં એક મોપેડ પર આવેલા આરોપીઓ સોનું વર્મા, શનિ પ્રધાન અને અભિષેક ચાઈનીઝે દુકાનના માલિકને માથા પર પીસ્તોલ મૂકીને ટેબલના ખાનામાં રહેલા રૂપિયા લૂંટી લીધા હતા અને ત્યારબાદ આરોપીઓ ભાગી ગયા હતા.

આ લૂંટની ઘટનામાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપી સોનુ કુમાર વર્મા અને અભિષેક સિંગ ઉર્ફે ચાઈનીઝની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે સન્નીપ્રધાન નામનો આરોપી અગાઉ ડીંડોલી વિસ્તારમાં આવેલ bank of barodaના ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે ગયો હતો અને તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે દુકાનમાં વધારે પૈસા છે અને ત્યારબાદ તેને આરોપીઓ સાથે મળીને લૂંટની ઘટનાનો પ્લાન બનાવ્યો હતો.

મહત્વની વાત છે કે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી એક મોપેડ અને 24000 રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી સોનુ કુમાર વર્મા સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઘરભોડ ચોરીનો ગુનો નોંધાય ચૂક્યો છે. આ ઘટનાનો મુખ્ય આરોપી સન્નીપ્રધાન હાલ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ

આ પણ વાંચો:વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ