રાજકોટ/ પરેશ ધાનાણીનું ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ

4 દિવસ પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવ્યું હતું. જેના પ્રત્યુત્તર સ્વરૂપે નરેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને.

Gujarat Rajkot Uncategorized
પરેશ ધાનાણીનું ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ

રાજકોટમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું. તેમણે  કહ્યું કે, આધુનિક અંગ્રેજોથી ગુજરાતને મુક્ત કરવા નરેશ પટેલને કોંગ્રેસમાં આવકારીએ છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક ત્યારે રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે. જેમાં અભિયાનને પુરજોશથી આગળ ધપાવવા કોંગ્રેસના વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી રાજકોટ આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવ્યું હતું.

  • રાજકોટમાં કોંગ્રેસનું સદસ્યતા અભિયાન
  • પરેશ ધાનાણીનું નરેશ પટેલને આમંત્રણ
  • કોંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ
  • અગાઉ હાર્દિક પટેલે પણ લખ્યો હતો પત્ર
  • પત્ર લખી કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આજે રાજકોટ ની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લુ આમંત્રણ આપતા કહ્યું હતું કે,આધુનિક અંગ્રેજોથી ગુજરાતને મુક્ત કરવા નરેશ પટેલને કોંગ્રેસમાં આવકારીએ છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક ત્યારે રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે. જેમાં અભિયાનને પુરજોશથી આગળ ધપાવવા કોંગ્રેસના વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા.

જ્યાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતમાં અસુરોનું શાસનછે. શાસક પક્ષની તાનાશાહીથી ગુજરાતીઓને અન્યાય થાય છે. ત્યારે નરેશ પટેલ જેવા આગેવાનોથી ગુજરાતને અસુરી શક્તિઓથી દૂર કરી શકીશું.ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસ પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવ્યું હતું. જેના પ્રત્યુત્તર સ્વરૂપે નરેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને.

Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?

આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ