Vaccine/ પરેશ રાવલે લગાવી કોરોના રસી, PM મોદી સાથે આ લોકોનો પણ માન્યો ‘આભાર’

પરેશ રાવલને મંગળવારે કોરોના રસી લગાવી છે. રસી લીધા બાદ પરેશ રાવલે સોશિયલ મીડિયા દ્વારા તેના વિશે માહિતી આપી છે.

Entertainment
A 112 પરેશ રાવલે લગાવી કોરોના રસી, PM મોદી સાથે આ લોકોનો પણ માન્યો 'આભાર'

દિગ્ગજ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના ચાહકોની સૂચિ ખૂબ લાંબી છે. પરેશ લાંબા સમયથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે. પરેશ રાવલે  ચાહકોમાં પોતાની અભિનયની ઊંડી છાપ છોડી છે. આવી સ્થિતિમાં, આ દિવસોમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. હવે પરેશ રાવલને મંગળવારે કોરોના રસી લગાવી છે. રસી લીધા બાદ પરેશ રાવલે સોશિયલ મીડિયા દ્વારા તેના વિશે માહિતી આપી છે. આટલું જ નહીં, અભિનેતાએ તેનો ફોટો પણ શેર કર્યો છે.

કોરોના રસી લગાવ્યા બાદ પરેશ રાવલે કહ્યું કે તેણે કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પરેશ રાવલે ટ્વિટર પર એક તસવીર શેર કરી અને બે શાનદાર કેપ્શન પણ લખ્યા, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો : એન્ટિલીયાની બહાર વિસ્ફોટક રાખનારા શખ્સનો પ્રથમ ફોટો આવ્યો સામે, PPP કીટથી છુપાવ્યો ચહેરો

પરેશ રાવલે વેક્સિન લગાવતી તસવીર શૅર કરી અને વિક્ટરીનુ સાઇન આપ્યુ હતુ. પરેશ રાવલે પીએમ મોદીને થેન્ક્યુ પણ કહ્યું હતુ.

મંગળવારે ટ્વિટ કરતા લખ્યું કે, વેક્સિન માટે બધા જ ડૉક્ટર્સ અને નર્સ તેમજ ફ્રંટલાઇન હેલ્થ કેર વર્કર્સ અને વૈજ્ઞાનિકોને ધન્યવાદ કહ્યું હતું. બાદમાં તેમણે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. પરેશ રાવલનું આ ટ્વિટ આગની જેમ વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો : સંજય લીલા ભણસાલીને થયો કોરોના, આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું અટક્યું શૂટિંગ

આટલુ જ નહી પરેશ રાવલની પત્ની સ્વરૂપ રાવે પણ પહેલો ડોઝ લીધો હતો. જે બાદ તેમણે ટ્વિટ કરી કે તમે વેક્સિન લીધી?

આપને જણાવી દઈએ કે, આ પહેલા બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ હેમા માલિનીએ કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેમણે મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સીનન લીધી હતી.

આ પણ વાંચો : આલિયા ભટ્ટની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ની વધી મુશ્કેલીઓ, હવે ફિલ્મને લઇને ઉઠી રહી છે માંગ