Not Set/ એરપોર્ટમાં મુસાફરોને મળશે લાંબી લાઈનથી છુટકારો, આપનો ચહેરો બનશે બોર્ડિંગ કાર્ડ

એરપોર્ટને દિવસો જતા ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક સમાચાર તે પણ મળી રહ્યા છે કે એરપોર્ટ પર હવે ટેકનિકલ યુક્ત બોડિ સ્કેનર, ચહેરાની ઓળખની ટેકનોલોજી અને આધુનિક મેનેજમેન્ટ સિસ્ટમ જોવા મળશે, જેનાથી એક મિનિટથી પણ ઓછા સમયમાં મુસાફરો માટે સુરક્ષા સ્તરનાં વિવિધ સ્તરોથી પસાર થવાનું સરળ બની જશે. એરપોર્ટમાં લાંબી લાઈનથી […]

Top Stories India
airport people waiting in the line 917116264 5ad660f704d1cf0037172892 એરપોર્ટમાં મુસાફરોને મળશે લાંબી લાઈનથી છુટકારો, આપનો ચહેરો બનશે બોર્ડિંગ કાર્ડ

એરપોર્ટને દિવસો જતા ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક સમાચાર તે પણ મળી રહ્યા છે કે એરપોર્ટ પર હવે ટેકનિકલ યુક્ત બોડિ સ્કેનર, ચહેરાની ઓળખની ટેકનોલોજી અને આધુનિક મેનેજમેન્ટ સિસ્ટમ જોવા મળશે, જેનાથી એક મિનિટથી પણ ઓછા સમયમાં મુસાફરો માટે સુરક્ષા સ્તરનાં વિવિધ સ્તરોથી પસાર થવાનું સરળ બની જશે.

એરપોર્ટમાં લાંબી લાઈનથી કંટાળી જતા મુસાફરો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે. હવે તેમને તપાસ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. હવે તેઓ માત્ર પાંચ સેકન્ડથી પણ ઓછા સમયમાં બોડી સ્કેનરથી નિકળીને તે સુરક્ષાનાં દરેક અવરોધોથી પાર થઇ જશે. હવાઈ મથકો પર મેટ્રો સ્ટેશનોની જેમ ફ્લેટ ગેટ થશે જે મુસાફરોનાં ચહેરાની બાયોમેટ્રીક ઓળખ સાથે ખુલી જશે. આપને જણાવી દઇએ કે, ડિજી મુસાફરોનું પાયલોટ પ્રોજેક્ટ આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ અને હૈદરાબાદમાં અમુક સિલેક્ટેડ ઉડાનો માટે શરૂ કરવામાં આવેલ હતુ. જેનુ પરીક્ષણ સોમવારે બેંગલુરુ હવાઈ મથક પર વિસ્તારાની ઉડાન યૂકે-864માં કરવામાં આવ્યુ.

સીઆઈએસએફનાં ડિરેક્ટર જનરલનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મુંબઇ અને હૈદરાબાદમાં ટ્રાયલની રિપોર્ટ સકારાત્મક રહી. ચહેરાની ઓળખ સિસ્ટમ પ્રી-એંબારકેશન સિક્યોરિટી ચેક (પીઈએસસી) બોર્ડિંગનાં છેલ્લા દ્વાર સુધી સારી રહી. પરીક્ષણ માટે મુસાફરોની નોંધણી ડિજી ટ્રાયલ કિઓસ્ક પર કરવામાં આવી હતી જ્યાં મુસાફરોના ચહેરાઓને ઓળખાયા હતા. ચહેરાની બાયોમેટ્રિક ઓળખથી મુસાફરોને ઝડપથી સુરક્ષા લેયરને પાર કરવામાં મદદ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.