Not Set/ પાટણ જિલ્લો કોરોનામુક્ત બની રહ્યો છે

પાટણમાં કોરોનાની રફતાર મંદ.

Gujarat
patan પાટણ જિલ્લો કોરોનામુક્ત બની રહ્યો છે

રાજ્યના પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે માઝા મૂકી હતી જેમાં અનેક લોકોના મોત થયાં હતાં ગત 1 અઠવાડિયાથી કોરોના સંક્રમણમા ઘટાડો નોંધાયા બાદ શુક્રવારે સમગ્ર જિલ્લામાં એક પણ કેસ નહીં નોંધાતા પાટણ જિલ્લો કોરોના મુક્ત બનવા તરફ આગેકુચ કરી રહ્યો છે. શુક્રવારે એક પણ કેસ નહીં નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો તો લોકોમાં પણ રાહતની લાગણી ફેલાઈ હતી.

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ હતી છેલ્લા 3 મહિનામાં પાટણ જિલ્લામાં કોરોનાએ કહેર વરસાવ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ ફેલાતા અનેક લોકો સંક્રમિત બન્યા હતા. જેમાં કેટલાકના મોત પણ થયા હતા. સતત 3 મહિના સુધી કહેર મચાવનારા કોરોનાની ગતી ગત 1 અઠવાડિયાથી ધીમી પડી હતી, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ શુક્રવારે સત્તાવાર રીતે કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાયાનું જાહેર કરતાં જિલ્લાવાસીઓમાં રાહત ફેલાઈ હતી. પાટણ જિલ્લો કોરોના સામે સુરક્ષિત રહે અને ઓછામાં ઓછા લોકો કોરોના ગ્રસ્ત બને તે માટે રસીકરણ અભિયાન માટે જનજાગૃતિ ફેલાવવાના કાર્યને મહત્વ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની રફતાર મંદ પડી છે અને વેક્સિન લેવા સ્વયંમ આવી રહ્યા છે.જેના લીધે જિલ્લામાં આજે કોરોનાના એક પણ કેસ નોધાયા નથી.