Suicide/ હરિદ્વાર : પતંજલિ યોગપીઠની સાધ્વીએ છત પરથી કુદીને કર્યો આપઘાત

રવિવારે બહાદરાબાદના શાંતરશાહ સ્થિત પતંજલિ યોગપીઠની વૈદિક કન્યા ગુરુકુળમાં સાધ્વી વરગ્યાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

India
patanjali yogpith haridwar

હરિદ્વાર સ્થિત પંતજલિ યોગપીઠ ના ગુરુકુળમાં અભ્યાસ કરી રહેલી યુવતીએ છત પરથી કુદકો મારીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સાધ્વી મધ્યપ્રદેશની હોવાની વાત સામે આવી રહી છે. તે વર્ષ 2018 થી પતંજલિ યોગપીઠના કન્યા ગુરુકુળમાં આવેલી વૈદિક શાખમાં રહીને શિક્ષણ મેળવી રહી હતી અને તે પોતે પણ વિદ્યાર્થીઓને ભણાવી રહી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે બહાદરાબાદના શાંતરશાહ સ્થિત પતંજલિ યોગપીઠની વૈદિક કન્યા ગુરુકુળમાં સાધ્વી વરગ્યાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

પોલીસના ઘટના સ્થળે પહોચવાથી હડકંપ મચી જવા પામ્યો છે અને યોગપીઠ સામે સવાલ પણ ઉભા થઇ રહ્યા છે. એસપી સીટી કમલેશ ઉપાધ્યાયે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પોલીસ ઘટના સાથે જોડાયેલી તમામ માહિતીની જીણવટપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોતાના કબ્જા હેઠળ મેળવીને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપ્યો છે.