Not Set/ પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કર્યું

પાટડી ખાતે આવેલા શાખા શ્રી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા કરછના નાના રણમાં રહેતા લોકોને સંતોએ જાતે જઈને ધાબળાઓનું વિતરણ કર્યું હતુ

Gujarat
6 19 પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કર્યું

– પાટડી ખાતે આવેલા શાખા શ્રી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા કરછના નાના રણમાં રહેતા લોકોને સંતોએ જાતે જઈને ધાબળાઓનું વિતરણ કર્યું હતુ

ગરીબ મનુષ્ય પ્રત્યે દયાવાન થવાનો ભગવાન શ્રી સ્વામિનારાયણ અને રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ, શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો સ્વભાવ હતો. એમના જીવન અનુસાર ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનાં આદેશથી ઠંડીના સમયે ધાબળા-બ્લેન્કેટોનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર રાજ્કોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનની જુદી જુદી શાખાઓ દ્વારા ગરીબોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલા શાખા શ્રી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા કરછના નાના રણમાં રહેતા લોકોને સંતોએ જાતે જઈને ધાબળાઓનું વિતરણ કર્યું હતુ.

શ્રી પ્રભુસ્વામીએ કહ્યું હતું કે, દેશ અને દુનિયાના લોકોને સ્વાદમાં આસ્વાદ આપતું મીઠું પકવતા લોકો રણપ્રદેશમાં દૂર દૂર રહે છે. ઠંડી અને ગરમીના દિવસોમા મીઠું પકવવાની સેવા કરે છે. કંતાનના ઝૂંપડામાં 5 થી 7 ડીગ્રી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચેય લોકો પરિવાર સાથે રહી જીવન ગુજારે છે. ખારાપાણીના ક્યારાઓમાં દરરોજ સવારે પાણીમાં ઉતરી મીઠું ફેરવતું રહેવું પડે છે. એ લોકો પાસેથી સાંભળેલી વાત મુજબ દરરોજ ખારાપાણીમાં બે કલાક પગ રહે છે. પાણીમાં જે પગનો ભાગ રહે તેને મર્યા પછી અગ્નિસંસ્કાર વખતે એ ભાગને અગ્નિ પણ બાળતો નથી એવો નઠારો થઈ જાય છે.

એક એક કિલોમીટરને અંતરે એક બે પરિવારો રહેતા હોવા છતાં એમના નાના બાળકોને ભણાવવા સરકાર શિક્ષકો ઝૂંપડાઓમાં મોકલે છે. મોટા બાળકો દૂરની શાળાએ સાચકલ લઈને ભણવા જાય છે. ધોરણ 6માં ભણતો ’ રામ ’ નામનો બાળક મળ્યોં હતો, તે અંગ્રેજી સારૂ શીખેલો છે. શ્રીપ્રભુ સ્વામીએ તેમના વાલી દશરથભાઈને કહેલું કે, ધોરણ આઠથી તેને પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ભણવા માટે મોકલજો.. તમારે તેનો કોઈ ખર્ચ કરવાનો નહીં રહે. અભ્યાસ સાથે સંસ્કાર મેળવી તમારી સેવા કરશે.

ફેશનના નહીં પણ વ્યસનના વળગાડ અહીં પણ વળગેલા છે. શાસ્ત્રી સ્વામી શ્રી અચલજીવનદાસજી સ્વામીએ વ્યસન છોડવાની વાત કરી વ્યસન છોડાવ્યા હતા. શ્રી સર્વમંગલદાસજી સ્વામી તથા શ્રી આનંદ સ્વામીની પ્રેરણાથી અમદાવાદના ભાવિકો રમેશભાઇ પટેલ, અરવિદભાઇ પટેલ, નિલેશભાઇ ભોરણીયા, અરવિંદભાઈ ખૂંટ વગેરે તરફથી બે હજાર બ્લેન્કેટની સેવા આવી હતી. સંતો શ્રી આદર્શ સ્વામી, તીર્થસ્વામી, પ્રભુસ્વામી વગેરેએ જાતે જઈને અગરિયા-મીઠું પકવતા લોકોને ધાબળાઓનું વિતરણ કરી નિર્વ્યસની જીવન જીવવાની પ્રેરણા આપી હતી. મહિલાઓને સુરતના સમર્પિત સેવક ભરતભાઇ તેજાણીએ ધાબળાઓ આપ્યા હતા.