Not Set/ ટોકિયો પેરાલિમ્પિકમાં પટેલ પાવરનો દબદબો, ભાવિના પટેલે પાક્કો કર્યો મેડલ

પેરાલિમ્પિક ગેમ્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી છે. સેમિફાઇનલમાં પહોંચીને ભાવિના પટેલે ભારત માટે બ્રોન્ઝ મેડલ

Top Stories Sports
ભાવિના પટેલે

ટોક્યો પરાલિમ્પિક્સમાં ભારતનો મેડલ રન શરૂ થયો છે. વિમેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસ ઇવેન્ટમાં ભારતની ભાવિના પટેલે સિંગલ્સ કેટેગરીમાં સર્વિયાના ખેલાડીને હરાવીને 4 ની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેચમાં ભાવિનાએ બોરીસ્લાવા રેન્કોવિક પેરિકને સીધા સેટમાં 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભાવિના પટેલે પેરાલિમ્પિક ગેમ્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી છે. સેમિફાઇનલમાં પહોંચીને ભાવિના પટેલે ભારત માટે બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો છે. હવે તે સેમીફાઇનલમાં 28 ઓગસ્ટે સવારે 6:10 વાગ્યે ચીનની ઝાંગ મિયાઓ સામે મુકાબલો કરશે.

આ પણ વાંચો :ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે દેશ માટે મેડલ પાક્કો કર્યો

જોકે, ભાવિના પટેલને સેમિફાઇનલમાં આસાન પડકાર નહોતો. ભાવિના પટેલે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા નંબરના ખેલાડી મિઓને હરાવી છે. ખૂબ જ કઠિન સ્પર્ધામાં ભાવિના પટેલે મિયાઓને 3 2 (7 11, 11 7, 11 4, 9 11, 11 8)થી હરાવી હતી. ફાઇનલમાં પહોંચવાની સાથે ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ સુનિશ્ચિત કર્યો છે.

ભાવિના પટેલે પ્રથમ ગેમ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી. ભાવિનાએ બીજી અને ત્રીજી ગેમ પર મજબૂત પકડ બનાવી હતી. પરંતુ તેને ચોથી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભાવિનાએ પાંચમી ગેમ જીતી અને પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની.

આ પણ વાંચો :રોહિત શર્માની અડધી સદી છતા ભારતનો સંઘર્ષ ચાલુ….

34 વર્ષની ભાવિના ર્સિબયન હરીફને માત્ર 18 મિનિટમાં 11-5, 11-6૬, 11-7થી હરાવીને મેચ જીતી લીધી હતી.  હવે ભાવિનાનો મુકાબલો શનિવારે સેમિફાઇનલમાં ચીની ઝાન્ગ મિયાઓ સાથે થશે. શુક્રવારે બપોર પહેલાંની રમતમાં ભાવિનાએ ૧૬મા રાઉન્ડમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવીરાને 12-10, 13-11, 11-6થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

પેરાલિમ્પિક કમિટીના પ્રેસિડેન્ટે ટ્વિટ કર્યું હતું કે હવેની મેચમાં નક્કી એ થશે કે ભાવિનાના મેડલનો રંગ રૃપેરી બને છે કે કાંસ્યનો રહે છે.  ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં ઓપનિંગ મેચ ટોચની વરિયતા ધરાવતી ચીની ખેલાડી સામે ગુમાવી દીધી હતી, પરંતુ તેથી હિંમત હાર્યા વગર સંપૂર્ણ આત્મબળ સાથે સળંગ ત્રણ મેચમાં વિજય હાંસલ કરી લીધો હતો.

આ પણ વાંચો :મહેરબાની કરીને અફઘાનીઓને મારવાનું બંધ કરો : હિંસક ઘટનાઓથી ભારે દુ:ખી આ ક્રિકેટરે કર્યું ટ્વીટ

નોંધનીય છે કે, 34 વર્ષની ભાવિના પટેલ મહેસાણા ગુજરાતની રહેવાસી છે. શુક્રવારે જ ભાવિનાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ભાવિના પટેલે ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરીસ્લાવા પેરીચ રેન્કોવીને 11-5, 11-6, 11-7થી હરાવી સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની હતી. ભાવિના પટેલ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા નથી. પરંતુ હવે ભાવિના પાસે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવીની તક છે.

મહત્વનું છે કે, ભાવનાને 12 વર્ષની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું. તેણીએ ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ કહ્યું હતું કે, “ભારતના લોકોના સમર્થનના કારણે હું મારી ક્વાર્ટર ફાઇનલ મેચ જીતવામાં સફળ રહી હતી. કૃપા કરીને મને સપોર્ટ કરતા રહો જેથી હું મારી સેમિફાઇનલ મેચ પણ જીતી શકું.”

આ પણ વાંચો :સચિન તેંડુલકર જેવા દિગ્ગજ સાથે વાત કરવા કોહલીને ટકોર કરતાં સુનિલ ગાવસ્કર

પેરા ટેબલ ટેનિસમાં 11 કેટેગરી છે. 1 થી 5 કેટેગરીના ખેલાડીઓ વ્હીલચેરમાં રમે છે. વર્ગ 6 થી 10 ના ખેલાડીઓ ઉભા રહીને રમી શકે છે. વર્ગ 11 ના ખેલાડીઓ માનસિક અસ્વસ્થ હોય છે. ભારતની ભાવિનાબેન પટેલે પણ વ્હીલચેરની મદદથી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (IPC) ની સંચાલન સમિતિએ 2017માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનની તમામ મેડલ ઇવેન્ટ્સમાં ત્રીજા સ્થાને પ્લે-ઓફ દૂર કરવા અને હારી ગયેલા સેમિફાઇનલિસ્ટ બંનેને બ્રોન્ઝ મેડલ આપવાની વિનંતી સ્વીકારી હતી. ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, ‘તે નિશ્ચિત છે કે, અમે તેને મેડલ જીતતા જોઈશું. કાલે સવારની મેચ (સેમી ફાઇનલ) તે નક્કી કરશે કે તે કયો મેડલ જીતશે.