Not Set/ રોગચાળાનો ગેરફાયદો ઉઠાવતા પેથોલોજી લેબોરેટરી સંચાલકો, ડેંગ્યુનો ખોટો રિપોર્ટ આપતા પણ ના અચકાયા

આજકાલ વરસાદ ને કારણે ઠેર ઠેર રોગચાળો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અને તેનો ફાયદો અથવા સાચું કહો તો ગેરફાયદો પેથોલોજી લેબોરેટરીના સંચાલકો ઉઠાવી રહ્યા છે. અને માસૂમ દર્દીની જિંદગી સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. અને આવો જ એક કિસ્સો ગોધરા ખાતે પ્રકાશમાં આવ્યો છે. ગોધરામાં આવેલ દિશા પેથોલોજી લેબોરેટરીમાં ડેન્ગ્યુ પોઝીટીવનો ખોટો રિપોર્ટ […]

Top Stories Gujarat Others
દિશા લેબ રોગચાળાનો ગેરફાયદો ઉઠાવતા પેથોલોજી લેબોરેટરી સંચાલકો, ડેંગ્યુનો ખોટો રિપોર્ટ આપતા પણ ના અચકાયા

આજકાલ વરસાદ ને કારણે ઠેર ઠેર રોગચાળો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અને તેનો ફાયદો અથવા સાચું કહો તો ગેરફાયદો પેથોલોજી લેબોરેટરીના સંચાલકો ઉઠાવી રહ્યા છે. અને માસૂમ દર્દીની જિંદગી સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. અને આવો જ એક કિસ્સો ગોધરા ખાતે પ્રકાશમાં આવ્યો છે.

ગોધરામાં આવેલ દિશા પેથોલોજી લેબોરેટરીમાં ડેન્ગ્યુ પોઝીટીવનો ખોટો રિપોર્ટ આપવામાં આવતા દર્દીનાં સગા સંબંધીમાં રોષ જોવા મળ્યો હતો. રીપોર્ટમાં દિશા પેથોલોજી લેબોરેટરી દ્વારા લોહીના સેમ્પલનો ડેન્ગ્યુ પોઝીટીવ લખી ખોટો રિપોર્ટ આપવામાં આવતા આ માસૂમ બાળકને ડોકટર દ્વારા ડેન્ગ્યુ પોઝીટીવની સારવાર ચાલુ કરવામાં આવી હતી,  અને આ સારવારમાં હેવી ડોઝ માસૂમ બાળકનાં શરીરમાં જવાને કારણે બાળકની તબિયત વધારે બગડી હતી તેને કારણે બાળકનાં પિતાએ વધુ સારવાર માટે  વડોદરા ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના ડોકટરો દ્વારા માસૂમ બાળકનાં ફરીથી લોહીનાં  સેમ્પલ લઈ વડોદરા ખાતે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જ્યાં આ લેબમાં લોહીના સેમ્પલનો રિપોર્ટ ડેન્ગ્યુ નેગેટિવ આવ્યો હતો.જેથી પરિવારજનોમાં રોષ ફેલાઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતા આશિષ કુમાર પટેલનું માસૂમ બાળક ઉંમર વર્ષ પાંચ બીમાર હતું. અને તેને સારવાર અર્થે એક ખાનગી રીષભ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  આ રીષભ હોસ્પિટલના ડોકટર હેરત શાહ દ્વારા બાળકનાં  રોગનું સાચું નિદાન થાય અને તેની સાચી સારવાર થાય તે માટે લોહીના સેમ્પલ લઈ ગોધરા વિશ્વકર્મા ચોક સ્થિત આવેલી દિશા પેથોલોજી લેબોરેટરીમાં મોકલી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. ગોધરા શહેરમાં આવેલી દિશા પેથોલોજી લેબોરેટરી દ્વારા ડેન્ગ્યુ પોઝીટીવનો રિપોર્ટ આપવામાં આવ્યો હોવાથી ગોધરાના ડોકટર દ્વારા ડેન્ગ્યુની સારવારમાં હેવી ડોઝ  ચાળું કરવામાં આવ્યા હતા.

જેની આડ અસરથી આ માસૂમ બાળકની તબિયત વધુ બગડી હતી. અને તેને ટટક્લિક અસરથી વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ બાળકનો ડેન્ગ્યુ નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. તે થી જ બાળકના પરિવારજનો માં ભારે રોષ દેખાઈ રહ્યો છે. તેમનું કહેવું છેકે, જો ગોધરા શહેરમાં આવેલી લેબોરેટરી વાળા  ડોકટરોને તગડા કમિશન આપતા હોય છે, અને તેને કારણે દર્દીનાં આવા ખોટા રિપોર્ટ આપવામાં આવતા હોય છે. આવા રિપોર્ટને કારણે દર્દીઓ ક્યાં જશે અને કોના પર વિશ્વાસ મુકશે તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે આને લઈ ગોધરાની પ્રજામાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.