Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગટર અને વીજ વિભાગની બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે. ખોખરા(Khokhra)માં એક્ટિવા ચાલક સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથીખુલ્લી ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.

શહેર તંત્રની બેદરકારીથી અમદાવાદીઓ ત્રસ્ત બનતા જઈ રહ્યાં છે. હજારો કરોડોનું બજેટ હોવા છતાં વીજળી કે સારા રસ્તા કે પછી પાણીની પૂરતી સુવિધા નગરના લોકોને મળતી ન હોવાથી લોકોમાં રોષ ભરાયો છે. ત્યારે ખોખરામાં ખુલ્લી ગટર અને એમાં પણ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી વાહન ચાલક યુવક-યુવતી ગટરમાં પડી ગયા હતા. સારા રસ્તાનો અભાવ અને ખુલ્લી ગટરના ઢાંકણાને કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.

ખોખરામાં ખુલ્લી ગટરમાં યુવક-યુવતી ખાબકતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ મોડી રાત્રે યુવક-યુવતીને બચાવ્યા હતા. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અકસ્માત થયો હતો. કોર્પોરેશને ગટરમાં બેરિકેડ ન લગાવતા વાહનચાલક યુવક-યુવતી ખાબક્યા હતા. ગોમતીપુર કોર્પોરેટર પણ ઘટનાસ્થળે પહોંચી મદદે આવ્યા હતા. કોર્પોરેટરે ઇજાગ્રસ્તોને સારવાર હેતુ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે બાળકો ગુમ થતાં લોકોએ કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવ
આ પણ વાંચો:ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video
આ પણ વાંચો:અમદાવાદમાં ક્લાસના સંચાલકે વિદ્યાર્થીનીને પ્રેમાજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
