ગુજરાત/ રાજયમાં લોકોને મળશે ગરમીથી આશિંક રાહત, તાપમાનમાં થયો ઘટાડો

રાજ્યમાં લોકોને અંગદઝાડતી ગરમીમાંથી આશિંક રાહત મળી છે. છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 30T154349.077 રાજયમાં લોકોને મળશે ગરમીથી આશિંક રાહત, તાપમાનમાં થયો ઘટાડો

ગુજરાત : રાજ્યમાં લોકોને અંગદઝાડતી ગરમીમાંથી આશિંક રાહત મળી છે. છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. રાજ્યમાં મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયુ. તાપમાન ઘટવાની સાથે ચોમાસા પહેલા પ્રી-મોનસૂન એક્ટિવિટી જોવા મળી. હવામાન વિભાગ મુજબ 30 કિમી પ્રતિ કલાક ઝડપથી પવન ફુંકાશે. રાજયમાં મે મહિનામાં 45થી 47 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. જેમાં હવે આશિંક ઘટાડો થતા 42 ડિગ્રી સેલ્સિયસે પંહોચ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે. હાલમાં અમદાવાદ,ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. દેશમાં ઉત્તરનાભાગોમાં ગરમીનો પારો જોવા મળ્યો છે. જ્યારે દક્ષિણના ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ઝારખંડ, પ્રયાગરાજ, ગુજરાત સહિત બિહારમાં હજુ પણ ગરમી પડશે. 30 અને 31 મેના રોજ ઉનાળાની સ્થિતિ એવી જ રહેશે. આ પછી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આનાથી ગરમીથી રાહત નહીં મળે. અત્યારે ગુજરાત કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. જો કે હિટવેવથી જરૂર મુક્તિ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?