મૃતદેહ/ યમુના નદીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને પધરાવવામાં આવે છે…?

નદીમાં મૃતદેહ મળી આવતાં ખળભળાટ

India
ેેેેેેેેેે યમુના નદીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને પધરાવવામાં આવે છે...?

દેશમાં કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે.જેના લીધે કોરોનાથી લોકો મરી રહ્યા છે. અંતિંમ સંસ્કાર માટે સ્મશાનમા લાંબી લાઇનો જાેવા મળી રહી છે. અંતિમ સંસ્કાર માટે લોકો જ્યાં જગા મળે ત્યા અતિમ સંસ્કાર કરી દે છે. હમીરપુર યમુના નદીમાં અચાનક અનેક મૃતદેહને વહેતા જોવા મળ્યા હતાં જેના લીધે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ આંગેની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી.મૃતદેહની વાસ્તવિકતાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી.

આ મૃતદેહની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે કાનપુર અને હમીરપુર જિલ્લાના ગામડાંમાં મૃત્યુ પામનાર લોકોને ગામના લોકોએ નદીમાં પધરાવી દીધાં હતાં.આ અંગે હમીરપુરના એએસપી અનુપ કુમાર સિંહે જણાવ્યું હતું કે ગામના લોકો મૃતદેહને ટ્રેકટરમાં લાવ્યા હતા અને નદીમાં પધરાવી દીધાં હતા. નદીમાંથી અનેક મૃતદેહ મળી આવ્યાં છે.ગામના લોકોએ મૃતદેહને નદીમાં પધરાવી રહ્યા છે. એક મૃતદેહ અર્ધબળેવી મળી છે. આ નદીમાં લોકો અતિમ વિધિ માટે મૃતદેહ પધારે છે. કાનપુરમાં 3 અને હમીરપુરની નદી સીમાં માંથી 4 મૃતદેહ મળ્યા છે.પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.