ભાવ વધારો/ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે સતત ત્રીજા દિવસે વધારો

આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 29 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

Top Stories Business
પેટ્રોલ અને ડીઝલ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સર્વોચ્ચ સ્તરેથી સરકી જવા છતાં સ્થાનિક પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો જારી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બન્નેનાં ભાવમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશનાં અનુપપુર જિલ્લામાં શુક્રવારે પેટ્રોલની કિંમત 120.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 109.36 રૂપિયા પ્રતિ લીટર વધી છે. વળી, રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલ 120.89 રૂપિયા અને ડીઝલ 111.77 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો – મોટો નિર્ણય / ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને મળ્યું Extension

આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 29 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ અઠવાડિયે બે દિવસની સ્થિરતા બાદ કિંમતોમાં સતત વધારો થયો છે. 28 સપ્ટેમ્બરથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં અમુક દિવસો સિવાય સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 24 વખત પેટ્રોલની કિંમતમાં 7.45 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વળી, 24 સપ્ટેમ્બરથી ડીઝલની કિંમતમાં 25 વખત પ્રતિ લીટર 8.75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલ લગભગ 17 ટકા મોંઘુ થઈ ગયું છે. સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઇલની આયાત બેરલ દીઠ સરેરાશ $73.13નાં દરે કરવામાં આવી હતી, જ્યારે આ સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચરની કિંમત પ્રતિ બેરલ $86.43 પર પહોંચી ગઈ હતી. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો પર હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે સરકારને તેનાથી જે પણ પૈસા મળી રહ્યા છે તે લોકોનાં હિત અને યોજનાઓ માટે ખર્ચ કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ઈંધણ પર ટેક્સ લગાવી રહી છે. ‘ભારતમાં ટેક્સ ઘણો વધારે છે. જેની અસર પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર પડી રહી છે. પેટ્રોલ પર 54% ટેક્સ લાગે છે, જ્યારે ડીઝલ પર 48% ટેક્સ લાગે છે.

આજે ક્યા શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

દિલ્હીમાં પેટ્રોલ 108.64 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ – 97.37 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈમાં પેટ્રોલ 114.47 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 105.49 રૂપિયા પ્રતિ લીટર

કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.12 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ 100.49 રૂપિયા પ્રતિ લીટર

ચેન્નાઈમાં પેટ્રોલ 105.43 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 101.59 રૂપિયા પ્રતિ લીટર છે

અમદાવાદમાં પેટ્રોલ 105.22 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 105.91 રૂપિયા પ્રતિ લીટર છે

આ પણ વાંચો – અભિનંદન / ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી

આ રીતે જાણો તમારા શહેરની કિંમત

દેશની મોટી ઓઈલ કંપનીઓ જેમ કે HPCL, BPCL અને IOC દરરોજ સવારે 6 વાગ્યા પછી પેટ્રોલ અને ડીઝલનાં નવા ભાવ જાહેર કરે છે. વેબસાઈટ પરની માહિતી નવી કિંમત અનુસાર અપડેટ કરવામાં આવે છે. જો તમે પણ તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના તાજેતરનાં વધારા પછીનાં ભાવ જાણવા માંગતા હોવ, તો તમે તમારા ફોન પરથી SMS દ્વારા જાણી શકો છો, તમે 92249 92249 નંબર પર SMS મોકલીને પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વિશે જાણી શકો છો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…