પેટ્રોલ ડીઝલની ના ભાવ માં થતા વધારાથી સામાન્ય વ્યક્તિની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે . ત્યારે આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે. આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ત્યાર બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.21 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 89.53 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. કોલકાતામાં પણ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. પેટ્રોલનો ભાવ 100.23 રૂપિયા અને ડીઝલ 92.50 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છેપેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.