Not Set/ 90 રૂપિયા પ્રતિલીટર નજીક પેટ્રોલ-ડીઝલ, ભાવમાં જ્વાળામુખી જેવી સ્થિતિ પણ લોકો શાંત

90 રૂપિયા પ્રતિલીટર નજીક પેટ્રોલ-ડીઝલ, ભાવમાં જ્વાળામુખી જેવી સ્થિતિ પણ લોકો શાંત

Business
ધીંગા ગવર 18 90 રૂપિયા પ્રતિલીટર નજીક પેટ્રોલ-ડીઝલ, ભાવમાં જ્વાળામુખી જેવી સ્થિતિ પણ લોકો શાંત

આપણા દેશમાં એક સમય હતો કે ઈંધણ એ સળગતો મુદ્દો બની જતો જો તેના ભાવ ભડભડ સળગવા લાગે. જો કે છેલ્લાં કેટલાંક સમયથી ઈંધણ સહિતની ઘણીબધી બાબતો પર આમજનતાનું ધ્યાન છે જ નહીં અથવા તો ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. એ જ કારણ છે કે 90ની સપાટીની લગોલગ પહોંચી ગયેલાં પેટ્રોલ-ડીઝલ પર બધાં જ શાંત છે.

  • અસહ્ય ટેક્સની નીતિને લીધે ભાવ આસમાને
  • પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઐતિહાસિક સપાટીએ
  • વિદેશમાં હજુપણ સસ્તા ભાવે મળે છે ઈંધણ

દેશમાં એક સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ સત્તા પલટો કે સત્તા મેળવવાનો માર્ગ હતો. જો કે હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અમર્યાદિત ટેક્સને કારણે આસમાને પહોંચ્યા છે. છતાં પણ બહુ દેકારો થતો નથી. મોટાભાગના લોકો આ મુદ્દે શાંત છે. જનતાનું ધ્યાન જ નથી અથવા તો સિફતપૂર્વક ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. 90 રૂપિયા પ્રતિલીટરની નજીક પેટ્રોલ-ડીઝલના ભાવ પહોંચી રહ્યાં છે.

જેની પાછળ કારણ છે છેલ્લાં 5થી 6 વર્ષમાં જ ટેક્સમાં ઝિંકાયેલો વધારો.  વર્ષ 2014માં પેટ્રોલ પર પ્રતિલીટર 9.48 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી હતી. જે હાલમાં પ્રતિલીટર 32.98 પૈસા છે. વિચારો આટલા સમયમાં જ 23.50 રૂપિયા ટેક્સ વધારાયો એ જ રીતે વર્ષ 2014માં ડીઝલ પર પ્રતિલીટર 3.56 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી હતી. જે હાલાં 31.83 રૂપિયા પ્રતિલીટર છે. એટલે કે પૂરા 28.27 રૂપિયાનો વધારો પ્રતિલીટર ડીઝલમાં ઝિંકાયો છે.

 પેટ્રોલ-ડીઝલના ભાવ અનિયંત્રિત થઈ જવા પાછળ બીજું કારણ સરકારે તેને મુક્ત કરી દેવાનો નિર્ણય પણ છે. એપ્રિલ 2017માં પેટ્રોલ અને ડીઝલના ભાવ પેટ્રોલિયમ કંપનીઓ જ જાતે દરરોજ વધારી ઘટાડી શકે તેવો નિર્ણય લેવાયો. જો કે આશ્ચર્યજનક હકીકત એ પણ છે કે ચૂંટણી કે બીજા જરૂરી સમયગાળા દરમિયાન આપોઆપ ભાવમાં વધારો અટકી પણ જાય છે.

દુનિયાના અનેક દેશોમાં સાવ સસ્તા પેટ્રોલ-ડીઝલ

  • વેનેઝુએલામાં માત્ર દોઢ રૂપિયે લીટર છે પેટ્રોલ
  • ઈરાનમાં સાડા ચાર રૂપિયે લીટર છે પેટ્રોલ
  • પાકિસ્તાનમાં 46 રૂપિયે લીટર છે પેટ્રોલ
  • હોંગકોંગમાં સૌથી મોંઘુ 168 રૂપિયે લીટર

દુનિયાના પેટ્રોલિયમ ભંડાર ગણાતા વેનેઝૂએલા, ઈરાન, કતાર, કુવૈત સહિતના દેશોમાં પેટ્રોલ સાવ સસ્તું છે. વેનેઝુએલામાં તો આપણે ત્યાં પાણીની એક બોટલ લેવા જઈએ એટલી રકમમાં તો 12 લીટર પેટ્રોલ આવી જાય છે. છે ને કમાલ. અરે હદ તો ત્યાં થાય છે કે આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગયેલાં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પેટ્રોલ માત્ર 46 રૂપિયે લીટર મળે છે.

પણ આપણે ત્યાં કોઈ બ્રેક જ નથી. ચિંતાની મોટી વાત એ છે કે પેટ્રોલ-ડીઝલની બેકાબુ કિંમતની પશ્ચાદવર્તી અસર અનેક ચીજવસ્તુઓને કારમી મોંઘી બનાવે છે. ઈંધણ પર લગામ લગાવવામાં નહીં આવે તો બહુ જલદી પેટ્રોલ અને ડીઝલ આપણા દેશમાં ત્રણ આંકડામાં લીટર મળતું હશે.

બ્યૂરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ

ષડયંત્ર / ચીન-પાકિસ્તાન મળીને રચી રહ્યા છે મોટું ષડયંત્ર, ભારત વિરુદ્ધ…

LOC / LOC પર સેના માટે બેવડો પડકાર, લોહી થીજવતી હિમવર્ષાનો પ્રકોપ …

summit / ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુલ સમિટનું  આયોજન, બંને દેશના PM  દ્વા…

omg / 16 કરોડનું એક ઈન્જેક્શન..! બ્રિટનના 8 સપ્તાહનું બાળક પીડાય છ…