ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મધ્યમવર્ગને એકવાર ફરી પડશે મોંઘવારીની માર

દેશમાં મોંઘવારીએ હવે માજા છે. છેલ્લા ઘણા સમયથી સવારે ઉઠો અને સમાચાર વાંચો તો ખબર પડે કે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે….

Business
14 rj 3 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મધ્યમવર્ગને એકવાર ફરી પડશે મોંઘવારીની માર

દેશમાં મોંઘવારીએ હવે માજા છે. છેલ્લા ઘણા સમયથી સવારે ઉઠો અને સમાચાર વાંચો તો ખબર પડે કે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે, ત્યારે સીધો ઝાટકો લાગી જાય છે. વધુ  એકવાર આ ઝાટકો આજે તમને લાગશે, કારણ કે આજે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે.

જી હા, એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. જેના કારણે આપનાં ખિસ્સાને સીધી કે આડકતરી રીતે અસર થવાની છે. આપને જણાવી દઇએ કેે, ઘણા સમયનાં વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી વધારો નોંધાયો છે. આજે ફરી એકવાર પેટ્રોલનાં ભાવમાં 32 પૈસાનો અને ડીઝલનાં ભાવમાં 36 પૈસાનો વધારો થયો છે. જેના કારણે મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડ્યો છે.

જો ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદની વાત કરીએ તો અહી આજે પેટ્રોલનો ભાવ 83.92 રૂપિયા પર પહોંચ્યો છે તો વળી ડિઝલનો ભાવ 82.71 રૂપિયા થઇ ગયો છે. માર્ચનાં મધ્યથી અત્યાર સુધીમાં પેટ્રોલનાં ભાવમાં લગભગ 17 રૂપિયા અને ડીઝલનાં ભાવમાં લગભગ 14 રૂપિયા જેટલો વધારો થયો છે. વળી જો દેશની રાજધાનીની વાત કરીએ તો અહી પેટ્રોલનો ભાવ 86.95 અને ડીઝલનો ભાવ 77.13 રૂપિયા થઇ ગયો છે. કોલકતામાં પેટ્રોલનો ભાવ 88.30 અને ડીઝલનો ભાવ 80.71 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 93.49 અને ડીઝલનો ભાવ 83.99 રૂપિયા અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 89.39 અને ડીઝલનો ભાવ 82.33 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ભાવ વધારો / બજેટ બાદ જનતાને મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડર અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

મધ્યમ વર્ગ / બજેટમાં કોઈ રાહત નહી? આ લોકોના જીવનની ગુણવત્તા પર પણ ક્યારેક રોકાણ થવું જ જોઇએ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો