Stock Market/ દિવસભરના ઉતાર-ચઢાવ બાદ લાલ નિશાનમાં બંધ થયુ માર્કેટ, સેન્સેક્સ 440 અંક તૂટ્યો, નિફ્ટી 14950ની નીચે બંધ

સપ્તાહના અંતિમ સેશનમાં શુક્રવારે દિવસભરના ભારે ઉતાર-ચઢાવ પછી ભારતીય શેરબજારો લાલ નિશાનમાં બંધ રહ્યા છે. સેન્સેક્સ 440.76 અંક એટલે કે 0.87 ટકા તૂટીને 50,405.32ની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 142.65 અંક એટલે કે 0.95 ટકા ઘટીને 14,938.10ની સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો ઓએનજીસીનો શેર 2.25 રુપિયા વધી 114.95ની […]

Business
sensex bse bombay stock exchange bloomberg 1200 દિવસભરના ઉતાર-ચઢાવ બાદ લાલ નિશાનમાં બંધ થયુ માર્કેટ, સેન્સેક્સ 440 અંક તૂટ્યો, નિફ્ટી 14950ની નીચે બંધ

સપ્તાહના અંતિમ સેશનમાં શુક્રવારે દિવસભરના ભારે ઉતાર-ચઢાવ પછી ભારતીય શેરબજારો લાલ નિશાનમાં બંધ રહ્યા છે. સેન્સેક્સ 440.76 અંક એટલે કે 0.87 ટકા તૂટીને 50,405.32ની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 142.65 અંક એટલે કે 0.95 ટકા ઘટીને 14,938.10ની સપાટીએ બંધ રહ્યો છે.

નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો ઓએનજીસીનો શેર 2.25 રુપિયા વધી 114.95ની સપાટીએ બંધ રહ્યો છે. ગેઇલમાં રૂ.2.70ના વધારા સાથે 147.15ની સપાટી જોવા મળી છે. મારુતિ સુઝુકીનો શેર 117.40 રુપિયા વધી 7,249ની સપાટીએ બંધ રહ્યો છે. કોટક મહિન્દ્રામાં 24.80 રુપિયાના વધારા સાથે 1,922.50ની સપાટી જોવા મળી છે. જ્યારે હિરો મોટોકોર્પનો શેર રૂ.41.85 વધી 3,461.70ની સપાટીએ બંધ રહ્યો છે.

દિવસભરના ઉતાર-ચઢાવ બાદ લાલ નિશાનમાં બંધ થયુ માર્કેટ, સેન્સેક્સ 440 અંક તૂટ્યો, નિફ્ટી 14950ની નીચે બંધ

નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો ઇન્ડસિન્ડ બેન્કમાં 52.05 રુપિયાના ઘટાડા સાથે 1039.90ની સપાટી જોવા મળી છે. ટાટા મોટર્સનો શેર 14.05 રૂપિયા ઘટી 325.15ની સપાટીએ બંધ રહ્યો છે. વિપ્રોનો શેર 17.95 રૂપિયા ઘટી 420.85ની સપાટીએ બંધ રહ્યો છે. યુપીએલમાં 23.90 રુપિયાના ઘટાડા સાથે 591.55ની સપાટી જોવા મળી હતી જ્યારે હિન્દાલ્કોનો શેર 11.60 રુપિયા ઘટી 337.85ની સપાટીએ બંધ રહ્યો છે.