Not Set/ શેરબજાર કકડભૂસ, છેલ્લા ૪ દિવસમાં રોકાણકારોના ૫.૬૬ લાખ કરોડ રૂ. થયા સ્વાહા

મુંબઈ, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે શેરબજારમાં મોટો કડાકો યથાવત રહ્યો છે. સતત ચોથા દિવસે સેન્સેક્સમાં ૧૨૪૯ પોઈન્ટના થયેલા કડાકા બાદ હવે તેની સીધી અસર રોકાણકારો પર પડી છે. રોકાણકારો માટે શુક્રવારનો દિવસ “બ્લેક ફ્રાઈડે” તરીકે જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસોમાં દલાલ સ્ટ્રીટ પર […]

Trending Business
sensex 1517921935 1 2 શેરબજાર કકડભૂસ, છેલ્લા ૪ દિવસમાં રોકાણકારોના ૫.૬૬ લાખ કરોડ રૂ. થયા સ્વાહા

મુંબઈ,

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે શેરબજારમાં મોટો કડાકો યથાવત રહ્યો છે. સતત ચોથા દિવસે સેન્સેક્સમાં ૧૨૪૯ પોઈન્ટના થયેલા કડાકા બાદ હવે તેની સીધી અસર રોકાણકારો પર પડી છે.

રોકાણકારો માટે શુક્રવારનો દિવસ “બ્લેક ફ્રાઈડે” તરીકે જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસોમાં દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોના ૫ લાખ ૬૬ હજાર ૧૮૭ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા છે.

સોમવારથી લઇ શુક્રવાર સુધીના ચાર સત્રમાં બોમ્બે સ્ટોક્સ એક્સેચેન્જ (BSE) પર સેન્સેક્સ ૧૨૪૯ પોઈન્ટના ઘટાડો થયો હતો. માત્ર શુક્રવારે જ BSE પર લિસ્ટેડ કંપનીઓના રોકાણકારોએ ૨ લાખ ૨ હજાર ૪૩૩.૨૬ કરોડ રૂપિયા ઘટ્યો છે.

Sensex BSE 2017 1 1 1 1 1 શેરબજાર કકડભૂસ, છેલ્લા ૪ દિવસમાં રોકાણકારોના ૫.૬૬ લાખ કરોડ રૂ. થયા સ્વાહા
business-share-market-investors-wealth-rs-5-66-lakh-crore-wiped-out-4-day-market-crash

શુક્રવારે સેન્સેક્સમાં ૧૧૨૮ પોઈન્ટનો કડાકો થયો હતો, જો કે ત્યારબાદ થોડીક જ મિનિટોમાં ૨૭૯.૬૨ પોઈન્ટની રીકવરી થઇ હતી અને ૩૬,૮૪૧.૬૦ના સ્તર પર બંધ થયું હતું. જયારે નિફ્ટી પણ ૩૬૮ પોઈન્ટ ઘટ્યો હતો અને અંતમાં ૯૧.૨૫ની ઘટાડા સાથે ૧૧,૧૪૩.૧૦ પર બંધ થયો હતો.

શેરબજારમાં થયેલા કડાકાની સૌથું વધુ અસર બેન્કિંગ સેક્ટર અને હાઉસિંગ ફાઇનાન્સની કંપનીઓને થઇ હતી. આ કડાકાને કારણે DHFLનો શેરમાં ૫૦ ટકાનો ઘટાડો જયારે યસ બેન્કનો શેર ૩૦ ટકા સુધી ઘટ્યો હતો.

યસ બેન્કના શેરોમાં થયેલા ઘટાડાની અસર આ બેન્કના સીઇઓ પર પણ પડી હતી. રાણા કપૂર ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ રિટાયર્ડ થવાના હતા, પરંતુ આરબીઆઈ તેમના ૩ વર્ષના કાર્યકાળને અત્યારથી જ ટુંકાવી દીધો છે.