Good News!/ આ કારણે જલ્દી જ થઈ શકે છે પેટ્રોલનાં ભાવમાં ઘટાડો..

આગામી દિવસોમાં પેટ્રોલ ની કિંમતમાં રૂ.5 સુધીનો ઘટાડો થઇ શકે છે. આપને જણાવી દઈએ કે, અત્યારે દેશભરનાં ઘણા શહેરોમાં પેટ્રોલ રૂ. 100 ને પાર પહોંચી ગયુ છે.

Top Stories Business
પેટ્રોલનાં

છેલ્લા બે અઠવાડિયાથી પેટ્રોલનાં અને ડીઝલનાં ભાવ સ્થિર છે. ત્યારે હવે સામાન્ય નાગરિકો માટે વધુ એક સારા સમાચાર મળે તેવી સંભાવનાઓ છે. જણાવી દઇએ કે, ચીનમાં નબળા આર્થિક વિકાસ, કોરોના વાયરસનાં વધતા કેસો અને ઓપેક+ ઉત્પાદનમાં વધારાને કારણે ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થયો છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર તેની અસર જોવા મળી શકે છે.

1 5 આ કારણે જલ્દી જ થઈ શકે છે પેટ્રોલનાં ભાવમાં ઘટાડો..

આ પણ વાંચો – ડિજિટલ ચલણ / રિઝર્વ બેંક ડિજિટલ રૂપિયો રજૂ કરવાની તૈયારી કરી રહી છે; જાણો તમારા ખિસ્સામાં રાખેલા પૈસાથી તે કેવીરીતે  અલગ હશે?

હવે માનવામાં આવે છે કે, આગામી દિવસોમાં પેટ્રોલનાંકિંમતમાં રૂ.5 સુધીનો ઘટાડો થઇ શકે છે. બજારનાં જાણકારોનાં મતે ભારતને પણ કાચા તેલમાં ઘટાડાનો સીધો લાભ મળી શકે છે. આપને જણાવી દઈએ કે, અત્યારે દેશભરનાં ઘણા શહેરોમાં પેટ્રોલ રૂ. 100 ને પાર પહોંચી ગયુ છે. જોકે, છેલ્લા બે સપ્તાહથી તેલનાં ભાવ વધ્યા નથી. એમસીએક્સ પર, ઓગસ્ટ માટે કાચા તેલની ડિલિવરી રૂ. 73 અથવા 1.32 ટકા ઘટીને રૂ. 5,444 પ્રતિ બેરલ પર 6,313 લોટ બિઝનેસ ટર્નઓવર સાથે રહ્યું હતું. સપ્ટેમ્બર ડિલિવરી 307 લોટ બિઝનેસ ટર્નઓવરની સાથે રૂ. 69 અથવા 1.26 ટકાનાં ઘટાડા સાથે રૂ. 5,415 પ્રતિ બેરલ થઈ ગયુ છે. ક્રૂડ ઓઇલનાં ભાવ નીચા વેપાર પર $ 75 થી $ 72 પ્રતિ બેરલ રહેવાની ધારણા છે. જો કે, નિષ્ણાતો માને છે કે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધવાને કારણે ક્રૂડ ઓઈલનાં ભાવ $ 65 પ્રતિ બેરલ સુધી આવી શકે છે અને જો આવું થશે તો પેટ્રોલનાં ભાવ નીચે આવશે. શક્ય છે કે તેનાથી તેલના ભાવમાં રૂ.5 નો ઘટાડો થઇ શકે છે.

1 6 આ કારણે જલ્દી જ થઈ શકે છે પેટ્રોલનાં ભાવમાં ઘટાડો..

આ પણ વાંચો – મોંઘવારી / ઓગસ્ટનાં પહેલા જ દિવસે નાગરિકો પર વધુ એક મોંઘવારીનો માર, LPG સિલિન્ડરનાં ભાવ વધ્યાં

એન્જલ બ્રોકિંગ લિ. નાં AVP રિસર્ચ નોન-એગ્રી કોમોડિટીઝ એન્ડ કરન્સી, પ્રથમેશ માલ્યા, એ જણાવ્યું હતું કે, વૈશ્વિક તેલની માંગમાં સતત વૃદ્ધિ પર દાવ અને આગામી સપ્તાહમાં અમેરિકી ડોલરનું અવમૂલ્યન થવાથી તેલનાં ભાવને ટેકો મળવાનું ચાલુ રહી શકે છે. ચીનનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ધીમી વૃદ્ધિ ઓપેકનાં તેલનાં ઉત્પાદનમાં વધારો વચ્ચે તેલનાં ભાવને અસર કરી શકે છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 1.18 ટકા ઘટીને 73.08 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયુ છે. જ્યારે લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.99 ટકા ઘટીને 74.66 ડોલર પ્રતિ બેરલ આવી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝનાં વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “વિશ્વનાં બીજા ક્રમનાં તેલનાં સૌથી મોટા ગ્રાહકમાં ફેક્ટરીની પ્રવૃત્તિમાં ઘટાડો, ચીનની આર્થિક રિકવરીની ચિંતાને કારણે સોમવારે ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થયો હતો. આ સિવાય યુએસ અને ચીનમાં પણ વિશ્વનાં અન્ય ભાગોમાં કોરોનાનાં વધતા જતા કેસોની અસર સ્પષ્ટ દેખાય છે. તેના કારણે ક્રૂડ ઓઇલનાં ભાવમાં પણ દબાણ જોવા મળ્યું છે.