insult/ મલેશિયાએ પાકિસ્તાનને આપ્યો આંચકો, પૈસા નહીં ચૂકવવા બદલ PIA વિમાન કર્યું કબજે

મલેશિયાએ પાકિસ્તાનને આપ્યો આંચકો, પૈસા નહીં ચૂકવવા બદલ PIA વિમાન કર્યું કબજે

Top Stories World
અરવિંદ શર્મા 13 મલેશિયાએ પાકિસ્તાનને આપ્યો આંચકો, પૈસા નહીં ચૂકવવા બદલ PIA વિમાન કર્યું કબજે

પાકિસ્તાનને તેના મિત્ર મલેશિયા દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે મલેશિયાના અધિકારીઓએ કુઆલાલંપુર એરપોર્ટ પર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) ના બોઇંગ -777 વિમાનને કબજે કર્યું છે. સ્થાનિક અદાલતના આદેશ બાદ વિમાનને કબજે કરવામાં આવ્યું છે. એરલાઇને શુક્રવારે કહ્યું હતું કે તે રાજદ્વારી ચેનલો દ્વારા આ મામલે આગળ વધારશે.

હકીકતમાં, પીઆઈએ 2015 માં વિયેટનામની કંપનીના બોઇંગ -777 સહિત બે વિમાન ભાડે લીધા હતા. પીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘મલેશિયાની સ્થાનિક અદાલતે પીઆઈએનું વિમાન કબજે કર્યું છે. પીઆઈએ અને યુકેની કોર્ટમાં બાકી અન્ય પક્ષ વચ્ચેના કાનૂની વિવાદને લઈને એકપક્ષીય નિર્ણય લીધો છે.

જો કે, વિમાનને ક્યાંથી કબજે કરવામાં આવ્યું તે અંગે એરલાઇને જણાવ્યું નથી અને ન તો તેણે કોર્ટ કેસની જાણકારી આપી હતી. એરલાઇન્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પરિસ્થિતિ ‘અસ્વીકાર્ય’ છે અને તેણે આ મામલાને રાજદ્વારી રીતે આગળ વધારવા માટે પાકિસ્તાન સરકારનો ટેકો માંગ્યો છે.

મુસાફરોને બહાર કાઢ્યા

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તર કઈ રીતે બેઆબરૂ થઇ રહ્યું છે તેનો અંદાજ આ ઘટના ઉપરથી આવી શેકા છે. પ્લેન માં બેઠેલા તમામ મુસાફરોને વિમાન કબજે થાય તે પહેલાં મલેશિયાએ પ્લેન માંથી ઉતારી મુક્યા હતા. આ પછી મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિમાનોને વિવિધ કંપનીઓ દ્વારા સમય સમય પર લીઝ પર આપવામાં આવે છે. જપ્ત કરાયેલ વિમાન કરાચીથી મલેશિયા પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ વિમાનના જપ્તીના કારણે 18 સભ્યોનો સ્ટાફ કુઆલાલંપુરમાં અટવાયો છે. પ્રોટોકોલ મુજબ, તેઓ હવે 14 દિવસ માટે કવોરોન્ટાઇન રાખવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…