Not Set/ PIB ચીફ કે.એસ.ધતવાલિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, AIIMS માં કરાયા દાખલ

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) નાં પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ કે.એસ. ધતવાલિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. સુત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ધતવાલિયાને સાંજે સાત વાગ્યે એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, કોવિડ-19 નાં દર્દીઓની સારવાર ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી રહી છે. […]

India
516274fdcfa8f5ea9190ac0e6cec55b5 1 PIB ચીફ કે.એસ.ધતવાલિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, AIIMS માં કરાયા દાખલ

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) નાં પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ કે.એસ. ધતવાલિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. સુત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ધતવાલિયાને સાંજે સાત વાગ્યે એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, કોવિડ-19 નાં દર્દીઓની સારવાર ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી રહી છે. જો કે, તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રીય મીડિયા સેન્ટર (એનએમસી), જ્યાં ધતવાલિયાની ઓફિસ છે, સોમવારે બંધ રાખવામાં આવશે, કારણ કે પૂરી ઇમારતને સંક્રમણ મુક્ત કરવામાં આવશે. તેમણે કહ્યું કે મંગળવારે પણ એનએમસી બંધ રહેવાની સંભાવના છે, કારણ કે નિર્ધારિત નિયમો મુજબ સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, એનએમસીનાં સંપૂર્ણ સંક્રમણ મુક્ત થવા અને તેના ફરીથી પ્રારંભ થાય ત્યાં સુધી પીઆઈબીની તમામ પ્રવૃત્તિઓ પ્રેસ કોન્ફરન્સ સહિત શાસ્ત્રી ભવન ખાતે યોજાશે.

ધાતવાલિયાએ બુધવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રકાશ જાવડેકર સાથે સ્ટેજ શેર કર્યો હતો, જ્યારે તેમણે મીડિયાને કેબિનેટનાં નિર્ણયો વિશે માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.