સાબરકાંઠા/ સરકારનો પગાર લઇ પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપતા સર પ્રતાપ હા.સ્કુલના આચાર્ય પિયુષ દવે

ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય નજરે ચડ્યા,ચાલુ શાળાએ શિક્ષક બાળકોને ભણાવવાને બદલે પક્ષના કાર્યક્રમમાં જોવા મળ્યા.

Gujarat Others
પ્રિન્સિપાલ

ઇડર સરપ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય પિયુષ દવે સ્કૂલના સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જોવા મળ્યા. દિવસેને દિવસે રાજ્યનું શિક્ષણ કથળતું ગયું છે જેને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારની શિક્ષણ વિભાગ યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ શિક્ષકો જ બાળકોને ભણાવવાની જગ્યાએ અન્ય કાર્યક્રમોમાં હાજર રહે છે.  શાળામાં પૂરતી હાજરી ના આપવાની લઈ શિક્ષણ પર અસર જોવા મળી રહી છે એટલે જ તો શિક્ષણ દિવસેને દિવસે કથળતું જઈ રહ્યું છે. આવી જ ઘટના ઇડરમાં સામે આવી છે. ઇડરની સર પ્રતાપ હાઇસ્કુલના પ્રિન્સિપાલ પિયુષભાઈ દવે કે જેઓ શાળામાં બાળકોને ભણવાનું મૂકી ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં હાજર જોવા મળ્યા હતા. ઇડર એપીએમસી ખાતે યોજાયેલી ભાજપની મિટિંગમાં પિયુષભાઈ દવે સ્કૂલ રામ ભરોસે મૂકી હાજરી આપી.
pubgi 7 સરકારનો પગાર લઇ પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપતા સર પ્રતાપ હા.સ્કુલના આચાર્ય પિયુષ દવે
ઉલ્લેખનીય છેકે પ્રિન્સિપાલ પિયુષ દવે ઇડર ભાજપ સંગઠનના મહામંત્રી છે તેથી તેમને કાર્યક્રમમાં હાજરી અપાવી પણ જરૂરી હતું પરંતુ જો આજ રીતે જો સ્કૂલના આચાર્ય સ્કૂલને રામ ભરોસે મૂકીને કાર્યક્રમોમાં હાજરી આપવા ફરશે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય ની ચિંતા કોણ કરશે? વાલીઓ બાળકોને સારા ભણતર અને ઉજ્વળ ભવિષ્ય માટે બાળકોને સ્કૂલમાં ભણવા મોકલતા હોય છે પરંતુ અહિતો આચાર્ય નેજ સ્કૂલની કોઈ ચિંતા ના હોય તેવું જોવા મળ્યું.

pubgi 6 સરકારનો પગાર લઇ પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપતા સર પ્રતાપ હા.સ્કુલના આચાર્ય પિયુષ દવે

ઉત્તરપ્રદેશ / પ્રધાનમંત્રી દ્વારા અલીગઢમાં ડિફેન્સ કોરિડોર અને એમપી સિંહ યુનિવર્સિટીનું શિલાન્યાસ કરાયું

News / Engineer’sDay 2021 : જાણો કેમ મનાવવામાં આવે છે “અભિયંતા દિવસ”

Covid-19 / રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થયા આઇસોલેટ, જાણો શું છે કારણ

મહારાષ્ટ્ર / અમરાવતીમાં ઘટી મોટી દુર્ઘટના, બોટ પલટવાથી 11 લોકોના મોત, 8 ગુમ

મોટા સમાચાર / રાજ્યનાં 8 મહાનગરોમાં આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત