Surat/ કોરોનામાંથી માંડ બેઠા થઇ રહેલા જ્વેલરી ઉદ્યોગમાં હવે સર્જાઇ કારીગરોની તંગી

કોરોનાકાળમાં સુરતના જ્વેલરી ઉદ્યોગને માઠી અસર પહોંચી. જોકે જ્યાં બેઠો થવાનો સમય આવ્યો ત્યાં જ્વેલરી ઉદ્યોગમાં મજૂરોની અછત હવે નવી મુસીબત બની રહી છે. એકતરફ દિવાળી અને ક્રિસમસના ઓર્ડરો વેપારીઓ લઇને બેઠા છે, પરંતુ હવે ઓર્ડરને પહોંચી વળવા માટે કારીગરોની અછત વર્તાઇ રહી છે.  ઘરેણાંના ઘાટને કારીગરોની વાટ સુરત શહેરમાં જ્વેલરી કારીગરોની અછત દિવાળી અને […]

Gujarat Surat
1498134076 S8Ec5b diamond final કોરોનામાંથી માંડ બેઠા થઇ રહેલા જ્વેલરી ઉદ્યોગમાં હવે સર્જાઇ કારીગરોની તંગી

કોરોનાકાળમાં સુરતના જ્વેલરી ઉદ્યોગને માઠી અસર પહોંચી. જોકે જ્યાં બેઠો થવાનો સમય આવ્યો ત્યાં જ્વેલરી ઉદ્યોગમાં મજૂરોની અછત હવે નવી મુસીબત બની રહી છે. એકતરફ દિવાળી અને ક્રિસમસના ઓર્ડરો વેપારીઓ લઇને બેઠા છે, પરંતુ હવે ઓર્ડરને પહોંચી વળવા માટે કારીગરોની અછત વર્તાઇ રહી છે. 

  • ઘરેણાંના ઘાટને કારીગરોની વાટ
  • સુરત શહેરમાં જ્વેલરી કારીગરોની અછત
  • દિવાળી અને ક્રિસમસના પેન્ડિંગ છે ઓર્ડર
  • કોરોનાકાળમાં હવે વેપારીઓ પર નવી મુસીબત

સુરત શહેરમાં આવેલા જવેલરી મેન્યુફેક્ચરર ને ત્યાં નવા ઘરેણાઓ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કારીગરો દિવસ રાત નવા ઓર્ડર માટેની જવેલરી બનાવવામાં વ્યસ્ત છે. સુરતમાં સોનુ ચાંદી અને હીરાની વિવિધ ડિઝાઈનર જવેલરી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. કારણ છે જવેલરી બનાવનાર કારીગરોની અછત તેનું મૂળ કારણ છે. લોકડાઉન બાદ માદરે વતન પહોંચી ગયેલા કારીગરો હજી પણ પરત આવ્યા નથી. માંડ પચાસ ટકા કારીગરો જ હાલ ઉપલબ્ધ છે. આવા સંજોગોમાં જવેલરી મેન્યુફેક્ચરર પાસે આવેલા ઓર્ડરો માંથી પચાસ ટકા જ ઓર્ડરો પુરા થઈ શકે તેમ છે.

હજુ પણ 40થી 50 ટકા કારીગરો વતનથી નથી પરત ફર્યા
ઓર્ડરોની સામે કારીગરોની મોટી અછત
40 ટકા ઓર્ડરો કેન્સલ થવાની ભીતિ

જ્વેલરી એસોસિયેશન અને કેટલીક કંપનીઓ સાથે મંતવ્ય ન્યૂઝે જ્યારે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે હાલ કોરોનાકાળમાં પણ સારા એવા ઓર્ડર મળ્યા છે. જોકે હવે તે ઓર્ડરને કેવી રીતે પૂરા કરવા તે જ એક મોટો લક્ષ્યાંક સમાન છે. લોકડાઉનમાં ઉદ્યોગકારોએ પગાર પણ આપ્યો અને અનાજ પણ આપ્યું. પરંતુ લોકડાઉન ખુલતા જ મોટાભાગના કારીગરો પોતાના વતન ઓરિસ્સા કે પશ્ચિમ બંગાળ તરફ જતા રહ્યા, જે આજદીન સુધી પાછા ફર્યા નથી. પરિણામ સ્વરૂપ કરોડો રૂપિયાની ખોટ હવે જ્વેલરી મેન્યુફેક્ચરરને સહન કરવાનો વારો આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીઝને મદદ કરવા આગળ આવે રાજ્ય સરકાર

સુરતના ઉદ્યોગકારો સરકાર પાસે કારીગરોને પરત લાવવા રેલ વ્યહાર અને અન્ય કોઇ માધ્યમથી કારીગરો પરત ફરે તેવી ઇન્ડસ્ટ્રીઝ હાલ વાટ જોઇ રહી છે.