Not Set/ રાજ્યનાં 8 મહાનગરોમાં આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસનો આંક છેલ્લા ઘણા સમયથી 2 ડિઝિટમાં આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
  • રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો
  • 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવાયો
  • રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ
  • અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ
  • ભાવનગર, જુનાગઢ,ભાવનગર,ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસનો આંક છેલ્લા ઘણા સમયથી 2 ડિઝિટમાં આવી રહ્યા છે. જો કે આ રાહતનાં સમાચાર તો છે જ પણ રાજ્યની સરકાર કોઇ જોખમ લેવા માંગતી નથી અને આ જ કારણ છે કે રાજ્યનાં 8 મહાનગોરમાં રાત્રિ કર્ફ્યુંનો સમય યથાવત રાખ્યો છે.

આ પણ વાંચો – Alert! / શું તમારુ ખાતુ SBI માં છે? જો હા તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ

આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં 8 મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઠમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગેથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે. જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોનાનાં દૈનિક કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ 10 માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. જે રાજ્ય માટે એક સુખદ સમાચાર કહી શકાય છે. રાજ્યમાં હાલ 161 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,386 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની 1.40 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 16 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.

Gujarat Corona curfew : ગુજરાતમાં નાઇટ કર્ફ્યુને લઈને આવ્યા મોટા સમાચારઃ જાણો સરકારે શું કરી જાહેરાત?

આ પણ વાંચો – આફતનો વરસાદ / સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રસ્તાઓ પર સૈલાબ, ડૂબેલા મકાન, જનજીવન પણ થયું અસ્તવ્યસ્ત

રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4 લોકોને પ્રથમ ડોઝ અને 1718 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 20392 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 16972 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 59922 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 50478 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 1,49,486 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,25, 77,634 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.