Not Set/ જૂનાગઢનો પીછો નથી છોડી રહ્યો કોરોના, 24 કલાકમાં 25 નવા કેસ, 2 લોકોનાં મોત

આમ તો ગુજરાતભરમાં કોરોનાનો હાહાકાર નોંધવામાં આવી જ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં અમરેલી અને જૂનાગઢ એવા જીલ્લાઓ હતા જ્યાં કોરોનાની એન્ટ્રી લાંબા સમય બાદ થઇ હતી, આ બે જીલ્લા ખાસો સમય માટે કોરોનાનો પ્રવેશ રોકવામાં સફળ રહ્યા હતા. જો કે, એકવાર એન્ટ્રી થઇ પછી કોરોનાનો કહેર સતત વર્તાઇ રહ્યો છે અને વધી પણ રહ્યો છે […]

Gujarat Others

આમ તો ગુજરાતભરમાં કોરોનાનો હાહાકાર નોંધવામાં આવી જ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં અમરેલી અને જૂનાગઢ એવા જીલ્લાઓ હતા જ્યાં કોરોનાની એન્ટ્રી લાંબા સમય બાદ થઇ હતી, આ બે જીલ્લા ખાસો સમય માટે કોરોનાનો પ્રવેશ રોકવામાં સફળ રહ્યા હતા. જો કે, એકવાર એન્ટ્રી થઇ પછી કોરોનાનો કહેર સતત વર્તાઇ રહ્યો છે અને વધી પણ રહ્યો છે તેવું નોંધવામાં આવી રહ્યું છે. 

જૂનાગઢ જીલ્લામાં પાછલા 24 કલાકમાં 25 કેસ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. સામે આવેલા કેસમાં માળીયા અને માણાવદર તાલુકામાં 1-1 કેસ પોઝીટીવ કેસ છે, જ્યારે માંગરોળ તાલુકામાં 3 કેસ નોંધવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાછલા 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીના મોત પણ જીલ્લામાં નોંધવામાં આવ્યા છે, સાથે સાથે 65 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, હાલ જીલ્લામાં 158 કેસ એકટિવ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews