Lasvegas: અમેરિકાના લાસ વેગાસ (Lasvegas) માં એક ભયાનક દુર્ઘટના ટળી છે. અહીં લેન્ડિંગ દરમિયાન ફ્રન્ટિયર એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 190 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. તમામ મુસાફરોને સમયસર વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સેન ડિએગોથી લાસ વેગાસ જતી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટ 1326નું લાસ વેગાસના હેરી રીડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોયા બાદ પાઈલટે લાસ વેગાસમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માગી હતી.
Frontier Airlines plane caught fire as it landed at Harry Reid International Airport in Las Vegas, Nevada from San Diego, California pic.twitter.com/PG5GajZWEf
— liten drage (@DrageLiten) October 5, 2024
દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. સારી વાત એ છે કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી વ્યવસ્થા હતી અને આગ તરત જ ઓલવાઈ ગઈ હતી.
મોટી જાનહાનિ ટળી એક પછી એક તમામ 190 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. એરલાઇન અનુસાર, ફ્લાઇટમાં હાજર તમામ લોકો સુરક્ષિત છે અને કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો: નેપાળ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં સવાર 19માંથી 18ના મોત, અકસ્માતમાં બચી ગયેલા પાયલટની તસવીર સામે આવી
આ પણ વાંચો: મલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 10 લોકો વિમાન દુર્ઘટનામાં મોત, રાષ્ટ્રપતિએ કરી પુષ્ટિ
આ પણ વાંચો: મુસાફરોથી ભરેલું પ્લેન રનવે વિના જામેલી નદી પર ઉતર્યું, રશિયામાં મોટી વિમાન દુર્ઘટના ટળી
