વડોદરામાં આણંદનાં વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. શહેરનાં અલકાપુરી વિસ્તારમાં આર.સી.દત્ત રોડ પર મોડીરાત્રે બનેલી ઘટનામાં આણંદનાં વેપારી વિજય કલ્યાણી પાસેથી ડોલર અને પાઉન્ડ ભરેલી બેગ ઝુંટવી ગઠિયાઓ ફરાર થઇ ગયાં હતાં.
બેગમાં 10 હજાર ડોલર તેમજ 7 હજાર પાઉન્ડ મળી લગભગ 14 લાખ રૂ. જેટલી રકમ હતી. વિદેશી કરન્સી એક્સચેન્જ કરાવવા આવેલ આ વેપારીને આર.સી.દત્ત રોડ પર એક્સપ્રેસ હોટલ પાસે આવેલાં ત્રણ ગઠિયા કસ્ટમ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી બેગની ચીલઝડપ કરી નાસી છૂટયા હતાં. વેપારીએ આ અંગે પોલીસને જાણ કરતાં વડોદરાની સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લૂંટારુંઓને ઝડપી લેવાં તજવીજ પણ આરંભી હતી. ચીલઝડપની આ ઘટનાનાં સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
