Not Set/ PM મોદીનાં નેતૃત્વમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ સૌ પ્રથમવાર 500 અબજ ડોલરને પાર…

PM મોદીનાં નેતૃત્વમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ સૌ પ્રથમવાર ૫૦૦ અબજ ડોલરને પાર થયાનું નોંધવામાં આવી રહ્યું છે.  ૩૦ વર્ષ પહેલા ૧૯૯૧માં ભારત પાસે ફોરેક્સ રિઝર્વ ઝીરો થઈ ગયું હતું અને વિશ્વ બેન્ક સમક્ષ સોનું ગિરવે મુકીને ભારતે હૂંડિયામણ મેળવવું પડયું હતું . ૨૦૧૨-૧૩માં ભારત પાસે માત્ર ૨૫૦ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હતું, મોદીજીએ ૬ વર્ષમાં ડબલ કરી […]

Uncategorized
8cb99f32aa14f22cf813419c606a835a 1 PM મોદીનાં નેતૃત્વમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ સૌ પ્રથમવાર 500 અબજ ડોલરને પાર...

PM મોદીનાં નેતૃત્વમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ સૌ પ્રથમવાર ૫૦૦ અબજ ડોલરને પાર થયાનું નોંધવામાં આવી રહ્યું છે.  ૩૦ વર્ષ પહેલા ૧૯૯૧માં ભારત પાસે ફોરેક્સ રિઝર્વ ઝીરો થઈ ગયું હતું અને વિશ્વ બેન્ક સમક્ષ સોનું ગિરવે મુકીને ભારતે હૂંડિયામણ મેળવવું પડયું હતું . ૨૦૧૨-૧૩માં ભારત પાસે માત્ર ૨૫૦ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હતું, મોદીજીએ ૬ વર્ષમાં ડબલ કરી નાખ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વદેશી-વિદેશી નીતિની કમાલ : ફોરેકસ રિઝર્વમાં ઐતિહાસિક વધારો અનેક મોરચે લાભદાયી નીવડશે

ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો પહેલીવાર અડધો ટ્રિલિયનને પાર પહોંચી ગઈ છે. ફોરેક્સ રિઝર્વમાં ભારતે નવો ઈતિહાસ રચ્યો છે. ફોરેક્સ રિઝર્વને મામલે ભારત હવે ચીન અને જાપાન પછી સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ધરાવતો ત્રીજો દેશ બન્યો છે. આરબીઆઈનાં આંકડા મુજબ ૫ જૂનનાં રોજ પૂરા થયેલા અઠવાડિયે ફોરેક્સ રિઝર્વમાં ૮.૨૨ અબજ ડોલરનો નોંધપાત્ર વધારો થયો છે. જેને કારણે દેશની વિદેશી હૂંડિયામણની અનામતો વધીને ૫૦૧.૭૦ અબજ ડોલરને પાર પહોંચી છે. ફોરેન કરન્સી એસેટ્‌સનો ફોરેક્સ રિઝર્વમાં મોટો હિસ્સો છે જે ૫ જૂનનાં અંતે ૮.૪૨ અબજ ડોલર વધીને ૪૬૩.૬૩ અબજ ડોલર થયો છે. આમ, ફોરેન કરન્સી એસેટ્‌સમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વદેશી-વિદેશી નીતિની કમાલ છે કે, આજે ભારતનું ફોરેક્સ રિઝર્વ પહેલી વખત વધીને ૫૦૦ અબજ ડોલરની સપાટીને પાર પહોચી ગયું છે. ફોરેક્સ રિઝર્વમાં વૃદ્ધિથી મુશ્કેલીના સમયમાં રૂપિયાને ટેકો મળશે. ઉપરાંત તેને લીધે આરબીઆઈની આવકમાં પણ વધારો થશે અને એટલે સરકારને ડિવિડન્ડની આવકનો લાભ મળશે. આટલું જ નહીં પાકિસ્તાન, ચીન અને નેપાળની અવળચંડાઈ પણ આનાથી ઓછી થશે. કારણ કે, ભારતની ફોરેક્સ રિઝર્વ વધતા તેની લશ્કરી શક્તિમાં પણ વધારો થશે તેમજ સરહદ પર ચાલતા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પણ ઘણો ફાયદો મળશે. એશિયાની મહાસત્તા બનવા ફોરેક્સ રિઝર્વ ખૂબ જ મહત્વ ધરાવે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બરાબર જાણે-સમજે છે અને એટલે જ તેમણે ૨૦૧૨-૧૩માં ભારત પાસે જે ૨૫૦ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હતું તેને ૬ વર્ષમાં ડબલ કરી નાખ્યું છે.

૩૦ વર્ષ પહેલા ભારત પાસે ફોરેક્સ રિઝર્વ ઝીરો થઈ ગયું હતું અને વિશ્વ બેન્ક સમક્ષ સોનું ગિરવે મુકીને ભારતે હૂંડિયામણ મેળવવું પડયું હતું. હવે જ્યારે ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો પહેલીવાર અડધો ટ્રિલિયનને પાર પહોંચી ગઈ છે ત્યારે ભારતના આર્થિક પાયા ખૂબ મજબૂત બન્યા છે. ૧૯૯૧માં વિદેશી ઋણના મોરચે નાદારીની નજીક આવી પહોંચેલા ભારત દેશ માટે આ યાદગાર સફર કહી શકાય. હજુ થોડા સમય પહેલાં ૨૦૧૨-૧૩માં ભારત પાસે માત્ર ૨૫૦ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હતું, જે તેની માત્ર સાત મહિનાની આયાત માંગને સંતોષવા પૂરતું હતું. આજે ભારતનું વિદેશી હૂંડિયામણ ૫૦૦ અબજ ડોલરે પહોંચ્યું છે, જે ૧૭ મહિનાની આયાતને પહોંચી વળવા પૂરતું છે. હજુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટને પ્રોત્સાહન આપશે ત્યારે આયાત ઘટશે અને નિકાસ વધશે ત્યારે પણ વિદેશી હૂંડિયામણ વધશે. સંભવ છે કે આવતા પાંચ-છ વર્ષમાં ભારત એક ટ્રિલિયન ડોલરનો આંક પર પાર કરી છે અને આ રીતે હિંદ મહાસાગર ક્ષેત્ર (આઈઓઆર)ની અંદર ભારત પોતાનું વર્ચસ્વ વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews